1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

આપણું રાષ્ટ્ર અને તેની સભ્યતા હંમેશાં જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં  38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીદાસન  યુનિવર્સિટીનો 38મો પદવીદાન સમારંભ અતિ વિશેષ છે, કારણ કે નવા વર્ષ 2024માં આ તેમનો પ્રથમ જાહેર સંવાદ છે. તેમણે તમિલનાડુનાં સુંદર રાજ્યમાં અને યુવાનો વચ્ચે […]

એમફિલ હવે માન્ય ડિગ્રી નહીં, યુનિવર્સિટીઓને આ કોર્સમાં પ્રવેશ નહીં આપવા નિર્દેશ

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને વિદ્યાર્થીઓને એમફિલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન લેવાની સલાહ આપી છે કારણ કે તે હવે માન્ય ડિગ્રી નથી. કમિશને યુનિવર્સિટીઓને ચેતવણી આપી છે કે તેઓએ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ ન આપવો જોઈએ કારણ કે તે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે અમાન્ય છે. આપવામાં આવેલ એમફીલ ડિગ્રી 2022 માં જારી […]

નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસનો 9મો પદવીદાન સમારંભ યોજાયો

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ)નાં નવમા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આઈએલબીએસએ વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને અખંડિતતાના બળ પર માત્ર 13 વર્ષના ગાળામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમને એ જાણીને આનંદ થયો કે આઈએલબીએસ ખાતે 1000 થી વધુ યકૃત પ્રત્યારોપણ અને […]

“ભારતમાં દલિત વાર્તાલાપ” વિષય પર NIMCJ માં ચર્ચાસત્રનું આયોજન

અમદાવાદ: ભારતમાં દલિત વાર્તલાપ વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCI) અને સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટ (ભારતમંધન)ના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવારે 25મી ડિસેમ્બરના રોજ એક ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા દલિત લેખક ડૉ. ગુરુ પ્રકાશ પાસવાન અને સુદર્શન રામભદ્રન આ ચર્ચાસત્રમાં જોડાશે. આગામી સોમવારે સવારે 11:00 કલાકે NIMCJ કેમ્પસ ખાતે આ […]

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

પાટણમાં શ્રી. બી.ડી.સાર્વજનિક વિદ્યાલય દ્વારા સ્પંદનોત્સવ-ત્રિ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી.બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં આગામી તા. 23મી ડિસેમ્બરથી સ્પંદનોત્સવ ત્રિ-દિવસીય સાંસ્કૃતિ મેળો યોજાશે. વંદે ભારતમ થીમ ઉપર યોજાનારા આ સાંસ્કૃતિક મેળામાં ભારતીય સંસ્કૃતિ, સનાતમ ધર્મ, પાટણની પ્રભુતા, જૈન ધર્મ, ગ્રામ્ય જીવન, વિજ્ઞાન ગેલેરી, મનોરંજન, દેશભક્તિ, હથિયાર પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતના માતાના […]

દિલ્હીઃ JNU માં હવે વિદ્યાર્થીઓ ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, દંડની સાથે પ્રવેશ રદની કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થીઓના કારણે વિવાદોમાં આવી ચુકેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી રાજકારણીએ માટે રાજકીય અખાડો ના બને તે માટે યુનિવર્સિટી સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટી સંકુલમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, જો વિદ્યાર્થીઓ આવુ કંઈ પણ કરશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહીની સાથે પ્રવેશ રદ કરવા […]

ગાંધીનગરના ચંદ્રાલાની પ્રાથમિક શાળામાં શેડ નીચે બેસી ભણતા બાળકો, ગ્રામજનોએ કર્યો વિરોધ

ગાંધીનગરઃ જિલ્લાના ચંન્દ્રાલા ગામની જ્યોતિવિદ્યા મંદિર પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતુ. તેને મહિનાઓ બાદ પણ શાળાના મકાનનું પુનઃ નિર્માણ કરવામાં ન આવતા હાલ બાળકોને પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઠંડીની સીઝનમાં બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે સત્તાધિશોને ગ્રામજનોએ અવાર-નવાર રજુઆતો કરવા છતાંયે કોઈ […]

માતરના શેખપુર ગામની પ્રા. શાળામાં છતનો પોપડો પડતાં ત્રણ બાળકોને ઈજા, ગ્રામજનોમાં રોષ

નડિયાદઃ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીબધી શાળાઓમાં પુરતાં વર્ગ ખંડો ન હોવાથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે ઘણીબધી શાળાઓને મકાનો પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે માતર તાલુકામાં શેખપુર ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા વર્ગખંડના છતનો પોપડો પડતા અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણ બાળકોને લીંબાસી ખાતેની હોસ્પિટલમાં […]

મુંબઈમાં યોજાયેલી વેસ્ટઝોન ટેનીસ સ્પર્ધામાં GTUની વિદ્યાર્થિનીઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું

અમદાવાદઃ મુંબઈ ખાતે તાજેતરમાં વેસ્ટ ઝાનની ટેનિસ સ્પર્ધા યોજાતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની વિદ્યાર્થિઓએ ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ કરીને આંતરરાજ્ય યુનિવર્સિટીઓની આખરી સ્પર્ધામાં વેસ્ટઝોનના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. ત્રણેય વિદ્યાર્થિનીઓને યુનિના કૂલપતિએ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના મહિલા ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પણ હવે કાઠું કાઢવા માંડયું છે. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code