1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

વેરાવળની ખાનગી સ્કૂલમાં નાસ્તો કર્યા બાદ 50 બાળકોને ફુડપોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં

વેરાવળઃ  શહેર નજીક આવેલી ખાનગી સ્કૂલના 50 જેટલા બાળકોને બપોરે નાસ્તો કર્યા બાદ  ફૂડ પોઇઝનિંગ થતાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. અને બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વેરાવળ નજીક આવેલી ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતાં આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. […]

ગુજરાતઃ આરટીઈ હેઠળ વધુ 1386 બાળકોને ધો-1માં પ્રવેશ ફળવાયો

અમદાવાદઃ RTE એક્ટ-2009 પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. 04મી મે અને બીજો રાઉન્ડ  તા. 29મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંન્ને રાઉન્ડમાં 59,869 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાંથી 51,520 જેટલા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલી શાળાઓમાં પ્રવેશ નિયત કરી લીધો છે. RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજા રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ 1,386 જેટલા […]

શાળા પ્રવેશોત્સવઃ આંગણવાડી અને ધોરણ-1માં લગભગ 12 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-2023ને મળેલી સફળતા સંદર્ભમાં કહ્યું કે, બિપરજોય વાવાઝોડા સામે જે ટીમવર્કની સામૂહિક તાકાતથી ગુજરાત મુકાબલો કરીને હેમખેમ પાર ઉતર્યુ તેવી જ ટીમવર્ક ભાવના શિક્ષણ સેવાના આ યજ્ઞમાં સૌએ દર્શાવી છે તે પ્રસંશનીય છે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ-2023 માં સહભાગી થયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓના આ પ્રવેશોત્સવ દરમ્યાનના અનુભવોના આદાન-પ્રદાન માટે […]

દાદરા નગર હવેલીઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમીમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

અમદાવાદઃ દાદરા નગર હવેલીના મોટા રાંધા ગામમાં જ્ઞાનદાયીની શ્રી સરસ્વતી માતા તેમજ ભારત માતાના આર્શીવાદથી નૂતન શૈક્ષણિક વર્ષ જૂન 2023થી વિદ્યાભારતી, ગુજરાત પ્રવેધ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી અકાદમીનો પ્રારંભ થયો છે. સંપૂર્ણ સમાજના સહયોગથી પ્રથમ ચરણમાં નિર્માણ પામેલ સૈનિક સ્કૂલના નવી ભવન તેમજ રમતગમતના સંકુલનું વાસ્તુ પૂજન તાજેતરમાં યોજાયું હતું. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ […]

ગુજરાતમાં ટેકનિકલ અને ઈજનેરી કોલેજોની ફીમાં પાંચ ટકાના વધારાને FRCની લીલીઝંડી

અમદાવાદ:  ગુજરાતમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવા સત્રના આરંભથી શાળા-કોલેજોમાં ફી વધારાનો ડોઝ આવી રહ્યો છે. જેમાં રાજ્યની ટેકનિકલ અને ઈજનેરીની 640માંથી 500 કોલેજોમાં ફીમાં 5 ટકા વધારાને એફઆરસીએ મંજુરીની મહોર મારી દીધી છે. આગામી ત્રણ વર્ષ માટે આ ફી માન્ય રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ફી નિયમન સમિતિ-ટેક્નિકલના દાયરામાં આવતી 500 સંસ્થાઓને […]

અમદાવાદમાં મ્યુનિ.શાળાઓમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ શહેરમાં હવે મ્યુનિ. શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી મ્યુનિ. શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. મ્યુનિ.શાળાઓને પણ ખાનગી શાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત વધતી જતી મોંધવારીને લીધે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડી શકે તેમ નથી. આ બધા કારણોને લીધે હવે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. […]

ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા GPSCની પ્રિલિમ પાસ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુની તાલીમ અપાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ દ્વારા તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી પ્રિલિમ્સ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ માટે તારીખ […]

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો ઉત્તરવહી અવલોકનનો રિપોર્ટ વેબસાઈટ પર મુકાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની ઉત્તરવહી અવલોકન, ગુણ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આથી ગુણ ચકાસણી કે ઉત્તરવહી અવલોકનમાં કોઇ સુધારો થયો છે કે નહી તેનો રિપોર્ટ તેમજ ઓએમઆર સીટની કોપી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ વેબસાઇટ ઉપર મુકાશે. આથી વિદ્યાર્થીઓએ તારીખ 16મી, જૂનથી […]

આંતરરાષ્ટ્રીય યોગ દિનના ભાગરૂપે ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયાં

અમદાવાદઃ વિશ્વભરમાં 21 જુનના દિનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સીટીનાં અનુસ્નાતક ભવનો અને સંલગ્ન કોલેજોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. આ સૂર્ય નમસ્કારનાં કાર્યક્રમમાં 50થી વધુ અનુસ્નાતક ભવનો,  કેન્દ્રો અને 300 જેટલી કોલેજોના એક લાખથી વધુ વિધાર્થીઓ સહિત શૈક્ષણિક અને વહીવટીય સ્ટાફ જોડાયા […]

ગુજરાતની તમામ શાળાઓમાં બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળની માગણી

અમદાવાદઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ શાળાઓમાં પણ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળે સરકારને વિનંતી કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. તેથી બાળકોને પણ બીજા અને ચોથા શનિવારની જાહેર રજાનો લાભ આપવો જોઈએ. રાજ્ય અને કેન્દ્રમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code