1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસો પહેલા લેવામાં આવેલી ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર થયું હતું. બીજી તરફ હવે શિક્ષણ વિભાગે આગામી વર્ષે યોજનારી ધો-10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. ધો-10ની પૂરક પરીક્ષામાં 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો-10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું મે મહિનાનું 64.62 ટકા પરિણામ જાહેર થયું હતું. ધો-10માં એક અને બે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કર્યું હતું.  ધો-10ની પરીક્ષામાં 180158 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી પરીક્ષામાં 153394 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

દરમિયાન આજે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધો-10ની પૂરક પરીક્ષામાં 40880 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે માર્ચ 2024માં યોજાનારી ધો-10 અને ધો-12ની વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2023માં યોજાયેલી ધો-10ની પરીક્ષા કુલ 958 કેન્દ્ર (પેટા કેન્દ્રો સહિત) ઉપર યોજાઈ હતી. પરીક્ષામાં કુલ નિયમિત 7,34,898 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમનું પરિણામ 64.62% આવ્યું હતું. જ્યારે વર્ષ 2022નું પરિણામ 65.18% રહ્યું હતું. આ સિવાય માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત પરીક્ષાર્થીઓની કુલ સંખ્યા 4,74,893 હતા. પુનરાવર્તિત પરીક્ષાર્થીઓની સંખ્યા 1,58,623 હતી, જેમના પરિણામની ટકાવારી 17.50% હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code