1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક
યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

0
Social Share

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને (UGC) અમદાવાદની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ ‘એમ. જી. સાયન્સ ઇસ્ટીટ્યૂટ’ના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. શૈલેષ ઝાલાની એક એક્સપર્ટ કમિટીના ચેરમેનપદે નિમણૂંક કરી છે. આ કમિટીનું કાર્ય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં SC/ST/OBC/PWD/MINORITY માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમજ નિયમોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. શૈલેષ ઝાલા શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવાની દિશામાં અનેક કાર્યો કર્યા છે. લખનઉ, મોતિહારી તેમજ ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડો. શૈલેષ ઝાલા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત એક્ઝીક્યુટિવ કાઉન્સિલના સભ્ય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code