1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહનું આયોજન
SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહનું આયોજન

SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહનું આયોજન

0
Social Share

અમદાવાદ, 31 જુલાઇ, 2023: SVPIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “સુરક્ષા અને સલામતી એ SVPI એરપોર્ટની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), એરલાઈન અને એરપોર્ટની અથાક સુરક્ષા કરતી ટીમોના અડગ સમર્પણને માન આપવા ઉડ્ડયન સુરક્ષા સપ્તાહની ઉજવણી કરતા અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ.

એ સમર્પિત વ્યાવસાયિકો અમારા તમામ હિતધારકો અને મુસાફરોને માટે સુરક્ષા પૂરુ પાડવાની SVPIA ની પ્રતિબદ્ધતાને જાળવી એક અવિશ્વસનીય કવચ બનાવે છે. આ મહત્વપૂર્ણ સપ્તાહમાં દરમાયના ચાલો આપણે સૌ એ અસાધારણ સુરક્ષાકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ. તેમની અદમ્ય ભાવના અને અથાક પ્રયત્નો SVPIA ને શ્રેષ્ઠતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. સુરક્ષાને પ્રાથમિકતા આપવા, જીવનનું રક્ષણ કરવા અને સમૃદ્ધ ઉડ્ડયન લેન્ડસ્કેપને પ્રોત્સાહન આપવા જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ-તેમ SVPIA નો સંકલ્પ વધુ મજબૂત બને છે. ”

SVPIA ખાતે એવિએશન સિક્યુરિટી કલ્ચર વીક માટે આયોજિત ઇવેન્ટ્સની યાદી

  1. સુરક્ષા પ્રતિજ્ઞા
  2. મુસાફરો માટે સુરક્ષા પર ક્વિઝ
  3. વોકાથોન
  4. સુરક્ષા જાગૃતિ કાર્યક્રમો
  5. સેમિનાર અને તાલીમ
  6. CISF દ્વારા કેનાઇન ડિસ્પ્લે
  7. સુરક્ષા સંબંધિત ઓડિટ
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code