1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સરકારની સતત નજરઃ જીતુ વાઘાણી

અમદાવાદઃ કોરોનાના પોઝિટિવ કેસ વધતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવામાં આવ્યું છે. રાજ્યની જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઉપર મુખ્યમંત્રી અને ગુજરાત સરકારની સતત નજર છે. તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. તેમ રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ મંત્રી જીતુ […]

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમનું પેપર ફુટ્યું

અમદાવાદ : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના હજુ ભુલાઈ નથી. આ પ્રકરણમાં પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષાનું પેપર ફુડ્યાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર પરીક્ષા પહેલા જ લીક થયાનો આરોપ લગાવ્યો છે. આ પેપર […]

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર, ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે 8500થી વધારે ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી. આજે સવારથી જ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેથી વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી. બીજી તરફ મત ગણતરી કેન્દ્રો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત […]

પેપર લીક પ્રકરણઃ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની ધરપકડ, પેપર ખરીદનાર બે ઉમેદવારો પણ ઝબ્બે

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આ પ્રકરણના મુખ્ય સુત્રધાર જયેશ પટેલની સાબરકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. એટલું જ નહીં પેપર ખરીદીને તેને સોલ્વ કરનારા બે ઉમેદવારોને પણ પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસે જયેશ પટેલ સહિત ત્રણેયની પૂછપરછ […]

વિપક્ષમાં બે ભાગલાઃ કોંગ્રેસના નેતાએ મમતા બેનર્જી ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

દિલ્હીઃ ભાજપને દેશના વિવિધ રાજ્યોમાં પરાસ્ત માટે મમતા બેનર્જી અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ પ્રયાસો કરી રહી છે. જો કે, વિપક્ષમાં જ બે ભાગલા પડી ગયા હોવાનું લાગી રહ્યું છે. યુપીએ જેવુ કંઈ નહીં હોવાનું નિવેદન આપનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર કોંગ્રેસના સિનિયર નેતા અધીર રંજન ચૌધરીએ ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ મમતા […]

ગુજરાતમાં 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાશે, સરપંચ માટે 2700થી વધુ ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી તા. 19મી  ડીસેમ્બરે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. જ્યારે  તંત્ર દ્વારા પણ મતદાનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી તા. 19મી ડિસેમ્બરે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. આ ગ્રામ પંચાયતોમાં […]

વાપી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 44માંથી 37 બેઠકો કબજે કરી, આપનું ખાતુ પણ ન ખૂલ્યું

વલસાડ: જિલ્લાના  વાપી પાલિકાની ચૂંટણીમાં ભાજપે હેટ્રીક વિજય નોંધાવ્યો છે, 44 બેઠકોમાંથી 37 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને સાત બેઠકો મળી છે. અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થયા છે. વાપી નગરપાલિકામાં ભાજપે એક તરફી જીત મેળવતા 44માંથી 37 બેઠકો પર કબજો કર્યો છે. તો 7 બેઠકો સાથે કૉંગ્રેસે જીતીને ફરી વિપક્ષમાં બેસવાનો વારો […]

ભાવનગર જિલ્લાના 473 ગામોની ચૂંટણી 19મી ડિસેમ્બરે, ગ્રામ પંચાયતો સમરસ બનાવવાના પ્રયાસો

ભાવનગરઃ ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ  જાહેર કરવામાં આવી છે.  જેમાં ભાવનગર જિલ્લામાં 437 ગામડાંઓમાં તા.19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ તા. 22મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. દરમિયાન જિલ્લાના સત્તાધિશો દ્વારા વધુને વધુ ગ્રામ પંચાયતો બિનહરિફ યાને સમરસ બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના […]

ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર આવકવેરાના દરોડાઃ 40 સ્થળો ઉપર સર્ચ-સર્વે

અમદાવાદઃ ગુજરાતની બે જાણીતી કંપની ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. પાઈપના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા ગ્રુપ સહિત બે જૂથ ઉપર આવકવેરાએ દરોડા પાડ્યાં હતા. બંને જૂથની ઓફિસ અને વ્યવસાયના સ્થળ સહિત 40 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. તપાસના અંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આવકવેરા વિભાગે બંને જૂથના […]

ગુજરાતઃ 10,879 ગ્રામ પંચાયતમાં 19 ડિસેમ્બરે મતદાન, 21મીએ પરિણામ

ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની કરી જાહેરાત ચૂંટણીમાં બેલેટ પેપેરનો કરાશે ઉપયોગ કોરોના ગાઈડલાઈનનું કરાશે પાલન અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જો કે, તે પહેલા સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. દરમિયાન રાજય ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 19મી ડિસેમ્બરના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code