Homeગુજરાતીગુજરાતકરમસદ પોલીસ જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા કાર-ટેમ્પો સહિત 3 વાહનો બળીને...

કરમસદ પોલીસ જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા કાર-ટેમ્પો સહિત 3 વાહનો બળીને ખાક

આણંદ, 24 એપ્રિલ 2026: 3 vehicles burnt to ashes જિલ્લાના કરમસદ પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં જપ્ત કરેલા વાહનો પોલીસ સ્ટેશનની બાજુની ખૂલ્લી જગ્યામાં પાર્ક કરવામાં આવ્યા હતા. ત્યારે આ વાહનોમાં એકાએક આગ ફાટી નિકળતા કાર અને ટેમ્પો સહિત ત્રણ વાહનો બળીને ખાક થઈ ગયા હતા. આણંદ ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગ બુજાવી દીધી હતી.

આ બનાવની વિગત એવી છે કે,  કરમસદ પોલીસે જુદાજુદા ગુન્હા બદલ વાહનો જપ્ત કરીને બાજુમાં ખુલ્લી જગ્યાએ પાર્ક કરવામાં આવ્યા હતા.ત્યારે કોઈ કારણોસર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા માટે પાંચ હજાર ઉપરાંત લીટર પાણીનો મારો ચલાવીને 2 કલાકની જહેમત બાદ આગ બુજાવી દીધી હતી.જો કે આગના ધુમાડાના ગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.આગ લાગતા કાર અને ટેમ્પો સહિત ત્રણ વાહનો બળીને ખાખ થઇ ગયા હતા.

સૂત્રોના કહેવા મુજબ પોલીસે દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગવાના કારણની પોલીસે તપાસ હાથ ધરી છે, ગરમીને કારણે અથવા વાહનોમાં બેટરીમાં શોક સર્કિટને લીધે આગ લાગી હોવાનું અનુમાન છે.

 

સંબંધિત લેખો

Most Popular