1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સાત્વિક-ચિરાગ મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યા

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઈલેન્ડ ઓપનમાં જીત મેળવ્યા બાદ પુરુષ યુગલ વિશ્વ રેન્કિંગમાં ફરી નંબર વન સ્થાન મેળવ્યું હતું. ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં હાર્યા બાદ, ભારતીય જોડી ત્રીજા સ્થાને સરકી ગઈ હતી અને ત્યારબાદ સાત્વિકની ઈજાને કારણે, ચીનમાં એશિયા ચેમ્પિયનશિપમાં વિપક્ષી ટીમને, વોકઓવર આપવામાં આવ્યો હતો. તેઓએ રવિવારે થાઈલેન્ડ ઓપનમાં, જોરદાર પુનરાગમન કર્યું. […]

સપ્ટેમ્બરમાં બદલાશે ઘણા નિયમો, બાયોમેટ્રિક્સ વગર સિમ કાર્ડ નહીં મળે

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ એક્ટ 2023 લાગુ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ટેલિકોમ એક્ટ 2023 આગામી 15 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. મતલબ કે નવી સરકાર બન્યાના 100 દિવસમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ નિયમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેલિકોમ એક્ટ […]

રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરો આ ત્રણ વસ્તુઓ, ગેસ એસિડિટીથી મળશે છુટકારો

મોટા ભાગના લોકો એસિજિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો દવાનું સેવન કરતા હોય છે. પણ તમે લોટમાં આ વસ્તુઓને ઉમેરી શકો છો. રોટલી બનાવતી વખતે તમે કેટલીક વસ્તુઓ લોટમાં ઉમેરી શકો છો, તેનાથી તમને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થશે. મોટાભાગના લોકો કબજીયાત, એસિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય […]

ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે: હરદીપ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે. તેમણે છેલ્લા દાયકામાં શહેરી મેટ્રો પરિવહનમાં નોંધપાત્ર પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પુરીએ મેટ્રો રાઇડર્સશિપમાં નોંધપાત્ર વધારા પર ભાર મૂક્યો હતો. જેમાં એકલા દિલ્હી કેપિટલ […]

લોકસભા ચૂંટણી: ગુજરાતના 2000થી વધારે હોમગાર્ડ જવાનો હરિયાણામાં બંદોબસ્તની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને 24 […]

ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વોર્ટરના પરિણામો

22 મે, 2024 : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. જે મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે કર પછીનો નફો (PAT) ₹1,896 કરોડ રહ્યો છે. જે નાણાકીય વર્ષ 2022-23 માટે ₹2,165 કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23 ના નફામાં ₹672 કરોડનો ઘટાડો […]

કેમ ઇરાનના જ કેટલાક લોકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મોતની કરી રહ્યા છે ઉજવણી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ ઈરાનમાં જ તેમના મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈરાનીઓ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર […]

હેમંત સોરેનને ચૂંટણી માટે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને લઈને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે,”નીચલી કોર્ટે આ મામલાની સંજ્ઞાન લીધી છે.” નિયમિત જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે, તેથી ધરપકડનો પડકાર સુનાવણી માટે આધાર બનતો  નથી. હેમંત સોરેન વતી […]

ઈરાનમાં ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઇરાનની મુલાકાત લેશે. જોકે ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. 23 મેના રોજ ઈરાનમાં તેમની અંતિય યાત્રા યોજવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઈરાન જવા રવાના થશે. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના સન્માનમાં સમગ્ર ભારતમાં એક દિવસીય રાજ્ય […]

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011થી જાહેર કરાયેલા 5 લાખ જેટલા OBC પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ કોલકત્તા હાઈકોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2011થી જાહેર કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો નિર્દેશ કર્યો છે. હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. કેસની હકીકત અનુસાર, કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે બુધવારે એક PILની સુનાવણી દરમિયાન આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code