1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ […]

બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા, હરિયાણાથી દિલ્હી સુધી ભગવા દળને થશે ફાયદો

નવી દિલ્હી: બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સદસ્ય હતા અને ચૂંટણી પણ લડી ચુક્યા છે. વિજેન્દરસિંહનાભાજપમાં સામેલ થવાથી પાર્ટીને દિલ્હીથી લઈને હરિયાણા સુધી ફાયદાની આશા છે. તે હરિયાણાના ભિવાનીના જ વતની છે અને જાટ સમુદાયમાંથી આવે છે. તેવામાં ભાજપની વિરુદ્ધ જાટોની નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના સમાધાનમાં પાર્ટીને મદદ […]

અપમાનિત અને હેરાન કરવા ધરપકડ કરાયાની કેજરિવાલે કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલની અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેજરિવાલે લીકર પોલીસી કેસમાં ઈડી અને લોવર કોર્ટના જેલમાં મોકલવાના આદેશને પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણીમાં કેજરિવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડ અપમાનિત અને પહેરાશ કરવા કરાઈ છે. ન્યાયમૂર્તિ સ્વર્ણ […]

બીજાપુરઃ એન્કાઉન્ટર સ્થળ પરથી વધુ 3 નક્સલીના મૃતદેહ મળ્યા, 13 નક્સલીઓને ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલમાં 2 એપ્રિલે થયેલા એન્કાઉન્ટર બાદ બુધવારે વધુ 3 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. તો બસ્તરમાં સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી સફળ નક્સલ વિરોધી ઓપરેશન છે. નક્સલવાદીઓની લડાયક […]

કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન અને રાજ્યસભાના 11 અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન અને રાજ્યસભાના 11 અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ આજે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમની ચેમ્બરમાં તેમને શપથ લેવડાવ્યા હતા. સભ્યોમાં બિહારના પ્રોફેસર મનોજ ઝા, ધર્મશિલા ગુપ્તા અને સંજય યાદવ, હિમાચલ પ્રદેશના હર્ષ મહાજન, હરિયાણાના સુભાષ ચંદર, મહારાષ્ટ્રના મેધા કુલકર્ણી અને ચંદ્રકાંત હંડોર, કર્ણાટકના […]

વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે નાણાંકીય વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યુ છે. સામાન્ય રીતે રોકાણમાં વૃદ્ધિને જોતા આમ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા 6 માસના દક્ષિણ એશિયા વિકાસ અનુમાનમાં બહુપક્ષીય કરદાતાઓએ નાણાકીય વર્ષ 2024 માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન 7.5 ટકા કર્યુ […]

શું છે અમેરિકાથી ભારત સુધી ફેલાયેલી એક્સ મુસ્લિમ મૂવમેન્ટ?, ઈસ્લામિકદેશોમાં પણ ધર્મથી દૂર થઈ રહ્યા છે લોકો

નવી દિલ્હી: ઘણાં સર્વેમાં દાવા કરાય છે કે ઈસ્લામ દુનિયામાં ઝડપથી  ફેલાતો મજહબ છે. પ્યૂ રિસર્ચનું કહેવું છે કે 2035 સુધીમાં સૌથી વધુ આ મજહબને માનનારા લોકો હશે. હાલ ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, જ્યારે ઈસ્લામ બીજા સ્થાને છે. ઈસ્લામ ઘણો ઝડપથી ફેલાય રહ્યો છે, પરંતુ તેની સાથે જ એક એલગ વાત […]

‘આપ’ના નેતા સંજ્યસિંહ દિલ્હી-એનસીઆર છોડીને બહાર જઈ શકશે નહીં

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં સંજ્ય સિંહને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજીનો આદેશ રાઉજ એવન્યુ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટએ સુનાવણી બાદ જામીનની શરતોનો નિર્દેશ કર્યો હતો. રાઉજ એવન્યુ કોર્ટએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજ્ય સિંહને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સંજય સિંહ […]

કૉંગ્રેસના નેતાએ પીએમ મોદીના માથાને લઈને આપ્યું વિવાદીત નિવેદન, અમિત માલવીયે શેયર કર્યો વીડિયો

નવી દિલ્હી: છત્તીસગઢના વરિષ્ઠ કૉંગ્રેસના નેતા ડૉક્ટર ચરણદાસ મહંતે પીએમ મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે પીએમ મોદીના માથાને લઈને એક જાહેરસભામાં એવી વાત કરી દીધી, કે તેના પછી ભાજપે તેમના પર આક્રમક વલણ અખત્યાર કર્યું છે. કોંગ્રેસના નેતા એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ કહેવા લાગ્યા કે પીએમ મોદીના મુકાબલામાં […]

તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ચારના મોત અને 50થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ જાપાન બાદ હવે તાઈવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો નોંધાયો છે. લગભગ 25 વર્ષ બાદ આ દેશમાં આવેલા સૌથી ખોતરનાક ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ છે અને તેને પરિણામે અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ જણાવ્યું હતું કે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વિવિધ ભાગોમાં 50 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code