1. Home
  2. ગુજરાતી
  3. શું છે અમેરિકાથી ભારત સુધી ફેલાયેલી એક્સ મુસ્લિમ મૂવમેન્ટ?, ઈસ્લામિકદેશોમાં પણ ધર્મથી દૂર થઈ રહ્યા છે લોકો
શું છે અમેરિકાથી ભારત સુધી ફેલાયેલી એક્સ મુસ્લિમ મૂવમેન્ટ?, ઈસ્લામિકદેશોમાં પણ ધર્મથી દૂર થઈ રહ્યા છે લોકો

શું છે અમેરિકાથી ભારત સુધી ફેલાયેલી એક્સ મુસ્લિમ મૂવમેન્ટ?, ઈસ્લામિકદેશોમાં પણ ધર્મથી દૂર થઈ રહ્યા છે લોકો

0
Social Share

નવી દિલ્હી: ઘણાં સર્વેમાં દાવા કરાય છે કે ઈસ્લામ દુનિયામાં ઝડપથી  ફેલાતો મજહબ છે. પ્યૂ રિસર્ચનું કહેવું છે કે 2035 સુધીમાં સૌથી વધુ આ મજહબને માનનારા લોકો હશે. હાલ ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, જ્યારે ઈસ્લામ બીજા સ્થાને છે. ઈસ્લામ ઘણો ઝડપથી ફેલાય રહ્યો છે, પરંતુ તેની સાથે જ એક એલગ વાત પણ થઈ રહી છે. લોકો ઈસ્લામ છોડી રહ્યા છે. આ લોકો ખુદને નાસ્તિક અથવા કોઈ અન્ય ધર્મને માનનારા નથી, પરંતુ ખુદને એક્સ મુસ્લિમ ગણાવે છે. આ તેમની ઓળખ છે.

શું કરે છે એક્સ મુસ્લિમ?

ઈસ્લામને ફોલો કરનારા લોકો સામાન્ય રીતે ધર્મના મામલામાં ઘણા કટ્ટર હોય છે. તો પોતાની ઓળખ જ એક્સ મુસ્લિમ ગણાવનારા આ વાતોનો આકરો વિરોધ કરે છે. તે સોસયલ મીડિયા પર આવા પ્રકારની વાતો લખે છે. ધર્મગુરુઓને ચર્ચા માટે ઉશ્કેરે છે અને લોકોને આ મજહબ છોડવા માટે પણ કહે છે.

શા માટે બનવા લાગ્યા એક્સ મુસ્લિમ સમુદાય?

આ ધર્મને છોડનારાઓને કથિતપણે મોતની ધમકી મળે છે. 2016માં આના પર એક ડોક્યુમેન્ટ્રી પણ બની – ઈસ્લામ્સ નોન બિલીવર્સ. નોર્વેમાં બનેલી આ ફિલ્મમાં એક્સ મુસ્લિમોના ડર અને ખતરાઓની વાત કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારે તેમને કટ્ટરપંથીઓની ધમકીઓ મળે છે અથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. તેવામાં એક્સ મુસ્લિમે એક કામ એ કર્યું છે કે તેઓ પોતાના જેવા વિચારવાળા લોકોને જોડવા લાગ્યા. અહીંથી એક્સ મુસ્લિમ કમ્યુનિટી બની છે.

આ એક પ્રકારે સપોર્ટ નેટવર્ક છે, જે એક જેવા વિચારવાળાઓની મદદ કરે છે. તેમાં કાયદાકીય સલાહ આપવાથી લઈને ઘણાં પ્રકારની ચીજો સામેલ છે.

કેવી રીતે કરે છે કામ?

પરંતુ એક્સ મુસ્લિમ્સનું સૌથી મોટું કામ છે, પોતાના વિચારને આગળ લઈ જવો. એટલેકે લોકોને ઈસ્લામથી દૂર કરવા.તેના માટે તેઓ ઘણાં પ્લેટફોર્મ પર જાય છે. જેવા કે સોશયલ મીડિયા, મીડિયા અને પબ્લિક ગેધરિંગ કરવું. આ લોકો અલગ-અલગ સ્થાનો પર મળતા રહે છે. તેમનું કામ ધાર્મિક વિરોધ છે, તો આ કમ્યુનિટીને ધમકીઓ પણ ઘણી મળે છે. તેવામાં ઘણાં લોકો નામ અને ચહેરો છૂપાવીને વાત કરે છે.

2007માં જર્મનીમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ એક્સ મુસ્લિમ બની , જે યૂરોપનું સૌથી મોટું પ્લેટફોર્મ હતી. તેના પછી આવા ગ્રુપ બનવા લાગ્યા.

કેરળમાં એક્સ મુસ્લિમ કમ્યુનિટી? –

અમેરિકા અને યૂરોપની ફિલોસોફી આગળ વધતા વધતા દુનિયાના ઘણાં દેશોમાં ફેલાય ગઈ. હવે ભારતના કેરળમાં પણ એક્સ મુસ્લિમ સમુદાય છે. તે ઓળખ ગુપ્ત રાખીને કામ કરતો નથી. પરંતુ બકાયદા એક સંગઠન બનાવી રાખે છે, તેનું નામ જ એક્સ મુસ્લિમ ઓફ કેરળ છે. આ સંગઠન લગભઘ પાંચ વર્ષ પહેલા બન્યું, જે ઈસ્લામ છોડી ચુક્યા હતા. કેરળમાં મોટાભાગે તેમને ધમકીઓ મળી, અથવા ઘણી અન્ય મુશ્કેલીઓ આવતી હતી. તેવામાં એક સપોર્ટ સિસ્ટમ માટે ઈએમયૂ બન્યું. તેના સિવાય પણ એક ગ્રુપ છે, જેનું નામ નોન રિલીઝિયસ સિટીઝન્સ છે. આ માત્ર ઈસ્લામને છોડનારા અથવા તેનાથી નફરત કરનારા નથી, પરંતુ એ લોકો છે જે કોપણ ધર્મને માનતા નથી. તે કહે છે કે 18 વર્ષના થયા બાદ પણ કોઈને ધર્મ સંદર્ભે જણાવવું જોઈએ.

ભારતમાં કેવા પ્રકારના લોકો છે એક્સ મુસ્લિમ? –

તેમાં મોટાભાગના ઘણું ભણેલા-ગણેલા લોકો છે. તે તર્ક કરે છે કે ઈસ્લામમાં વિજ્ઞાન પર ભાર મૂકાયો નથી અથવા તો પછી મ્યૂઝિક અને ડાન્સની પણ મનાઈ છે. મહિલાઓને મિલ્કતમાં પુરુષોથી અડધો હક મળે છે. એલજીબીટીક્યૂઆઈએને પણ ઈસ્લામે અપનાવ્યા નથી. માટે આ લોકો પણ ધર્મથી અલગ થઈ રહ્યા છે. જો કે તેના ડેટા નથી કે ભારતમાં કેટલા મુસ્લિમ ધર્મ છોડીને એક્સ મુસ્લિમ થઈ રહ્યા છે. એક્સ મુસ્લિમ સાહિલ, સમીર, ઝફર હેરેટિક, સચવાલા અને આઝાદ ગ્રાઉન્ડ જેવા ઘણાં નામ છે, જે ભારતના એક્સ મુસ્લિમ છે અને યૂટ્યૂબ ચેનલ દ્વારા પોતાની વાત કહે છે.

2018માં છપાયેલા પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં રહેનારા 23 ટકા વયસ્ક જે મુસ્લિમ ફેમિલીમાં ઉછર્યા છે, હવે તેમની ઓળખ ઈસ્લામ સાથે જોડતા નથી. તેમાંથી 7 ટકા લોકોએ જણાવ્યું છે કે તેઓ ઈસ્લામની બાબતો સાથે સંમત ન હતા.

શું ઈસ્લામિક દેશોમાં ધર્મથી વધી રહ્યું છે અંતર?

મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં ઈસ્લામ છોડવા પર કડક સજા છે. તેથી લોકો સીધેસીધું ધર્મથી દૂર થવાનું એલાન કરી શકતા નથી. પરંતુ પોતાની રીત-રસમોથી આ વાતને વ્યક્ત કરવા લાગે છે. તેવામાં લેબનાનમાં 43 ટકા લોકોએ માન્યું છે કે તેઓ પોતાના ઘર અથવા કન્ફર્ટ ઝોનમાં ઈસ્લામની પ્રેક્ટિસ કરતા નથી. રિસર્ચ નેટવરક અરબ બેરોમીટરે 25 હજાર લોકો પર આ પોલ કર્યો હતો.

એક્સ મુસ્લિમ અથવા નાસ્તિક બનવામાં વધુ એક મુશ્કેલી એ પણ છે કે એવો કોઈ વિકલ્પ સત્તાવાર રીતે નથી.જેવું કે નોકરી અથવા જે સ્થાનો પર ધર્મનું કોલમ ભરવાનું હોય છે, ત્યાં નોન-રિલીઝિયસનો વિકલ્પ નથી.

મિડલ ઈસ્ટમાં ધર્મ પર થયેલા સૌથી મોટા સર્વે 1981થી લઈને 2020 સુધી ચાલતા રહ્યા. યૂનિવર્સિટી ઓફ મિશિગને આ સર્વેમાં તારવ્યું કે ઈરાક, ટ્યૂનીશિયા અને મોરક્કો જેવા દેશોમાં ઈસ્લામને માનનારા હવે ખુદને નાસ્તિક ગણાવવા લાગ્યા છે. જો કે તેઓ ચોરીછૂપીથી આવી વાતો કરે છે. આ લોકો ખુલીને સામે આવે છે, જે દેશ છોડીને ક્યાંક અન્યત્ર વસી ગયા છે અથવા શરણ લઈ ચુક્યા છે.

કોણ હતો સલવાન મોમિકા?  

ખુદને એક્ટિવિસ્ટ ગણાવનાર સલવાન મોમિકા ઈરાકનો વતની હતો. તે 2018માં ઈરાક છોડીને યૂરોપમાં શરણાર્થી બન્યો હતો. ત્યારથી તે સતત પોતાના તરફથી ઈસ્લામનો વિરોધ કરી રહ્યો હતો અને કુરાન સળગાવી રહ્યો હતો. સ્વીડનમાં આને લઈને ઘણો વિરોધ થઈ ચુક્યો હતો. પરંતુ સ્વીડન સરકારે ફ્રીડમ ઓફ સ્પીચની વાત કહીને સલવાન મોમિકાને સુરક્ષા પણ આપી હતી. હાલમાં તે નોર્વે શિપ્ટ થયો હતો. જ્યાં તેના મોતના સમાચાર પણ આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code