1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

બિહાર: JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો

પટનાઃ પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. સૌરભકુમાર મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા ચારેક શખ્સોએ તેમની […]

વર્લ્ડ એનર્જી કોંગ્રેસની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઉર્જા સુરક્ષા, ઍક્સેસ અને ટકાઉપણાની વિકસતી ઉર્જા ત્રિલમ્માને સંચાલિત કરવાના માર્ગોની ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ 24મી એપ્રિલ, 2024ના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં ચાલી રહેલી વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગોળમેજી પરિષદમાં દુબઈમાં COP28 યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ કેવી રીતે ગેમ ચેન્જર હતી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મિનિસ્ટ્રીયલ રાઉન્ડ ટેબલે ઉર્જા નવીનતા અને સહયોગ અને વિકસતા ઉર્જા ત્રિલમ્મા ટ્રેડ-ઓફના સંચાલનમાં અસરો […]

JEE Mains Result 2024: ખેડૂતનો દીકરો નીલકૃષ્ણ બન્યો ટોપર

નવી દિલ્હી:  જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામ 2024 સત્ર બેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ વખતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામડાના નીલકૃષ્ણએ JEE Mains પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. નીલના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનોની વચ્ચે પોતાનો પ્રારંભિક અભ્યાસ કરનાર નીલે કોટામાં રહીને કોચિંગ […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

ઘરે બેઠા-બેઠા થશે ચોરી સહિતના ગુનાની પોલીસ ફરિયાદ, જાણો કેવી રીતે

ડિજીટાઈશને પ્રોત્સાહન આપનારી ભારત સરકારે ડિજિટલ પોલીસની સુવિધા પણ આપી છે પરંતુ બહુ ઓછા લોકો તેનાથી માહિતગાર છે. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેમને ડિજિટલ પોલીસ વિશે કોઈ જાણકારી નહીં હોય, પરંતુ તમને નવાઈ લાગશે કે ડિજિટલ પોલીસ સાઇટની શરૂઆત વર્ષ 2017માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ગૃહ મંત્રાલયના સહયોગથી કરાઈ હતી. આ […]

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચઃ ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સક્રિય થઈ

નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ પૃથ્વી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના ભાગરૂપે પૃથ્વી દિવસ નિમિત્તે નવી દિલ્હીના રફી માર્ગ ખાતે CSIR મુખ્યાલયમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સ્થાપિત અને સક્રિય કરી છે. આ ઈવેન્ટનું આયોજન ક્લાઈમેટ ચેન્જ અને તેની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી […]

જંગલો આપણા માટે જીવનદાતા છે: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દેહરાદૂનમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, 18મી અને 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે લાકડા અને અન્ય વન ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. આ વધતી માંગને કારણે, નવા નિયમો, નિયમો અને જંગલોના ઉપયોગની પદ્ધતિઓ […]

મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારનાર શાહજહાં શેખની આંખોમાં જોવા મળ્યાં મગરમચ્છના આંસુ

નવી દિલ્હીઃ સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના આરોપનો સામનો કરનાર ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળ્યો હતો. તેમનો રડતો વીડિયો જોયા બાદ ભાજપે તેમની ઉપર કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, ઘમંડ દૂર થઈ ગયો છે. નાણાકીય ભ્રષ્ટાચાર કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ […]

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code