1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટઃ લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેચવા માટે અપાયેલા અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર […]

ગુજરાતમાં આ વર્ષે પણ ચોમાસુ ભરપૂર રહેશે, IMDએ કરી સારા વરસાદની આગાહી

અમદાવાદઃ દેશના હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસામાં પડનારા વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં કૂલ  106 ટકા વરસાદ પડવાના સંકેતો આપ્યા છે. એટલે કે ગુજરાતમાં ચોમાસુ સોળઆની રહેશે, સાથે હવામાન પણ સાનુકૂળ કહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખેડુતોને ફાયદો થશે. ગુજરાતમાં બુધવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનને […]

સુરતથી બિહાર, UP જવા પ્રવાસીઓનો ભારે ધસારો, ઉધના રેલવે સ્ટેશને હૈયેહૈયું દળાય એવી ભીડ

સુરતઃ શહેરના ટેક્સટાઈલ ઉદ્યાગોમાં મંદી તેમજ ઉનાળુ વેકેશન, લગ્નસરાની સીઝનને લીધે પરપ્રાંતના શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશને હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી હતી. એકાએક પ્રવાસીઓની સંખ્યા વધી જતાં રેલવે તંત્ર દોડતું થયુ હતું. અને ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે  ખસા 6 ટ્રેનનો દાડાવવામાં આવી છે. ત્યારે ઉધના રેલવે […]

સાયબર સેલના અધિકારીની નકલી ઓળખ આપી ડરાવીને તોડ કરનારા 13 શખસો પકડાયા,

અમદાવાદઃ રાજ્યમાં નકલી અધિકારીઓના સ્વાંગમાં ડરાવી-ધમકાવીને તોડ કરવાના બનાવો વધી રહ્યા છે. જેમાં સાયબર સેલના અધિકારીની ફેક ઓળખ આપીને તોડકાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે 13 શખસોને દબોચી લીધા હતા. એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટને અજાણ્યા શખસોએ ફોન કરી પોતાની ઓળખ સાયબર સેલના અધિકારી તરીકે આપી હતી. અને એવું કહ્યુ હતું કે, તમે  ખોટા બેન્ક એકાઉન્ટથી મની લોન્ડ્રીગ […]

ડાંગમાં ભારે પવન સાથે પડ્યું માવઠું, આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાંની આગાહી

અમદાવાદઃ  ડાંગ જિલ્લામાં સોમવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતુ.સાપુતારા અને માલેગામમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિવારથી માવઠાનો માહોલ સર્જાયો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી  મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, […]

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત  બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25  માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય […]

ભાજપાનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા, મહિલા, ગરીબ, ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ […]

સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

અમદાવાદઃ સુરતમાં માર્ગ અકસમાતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા હિરાના વ્યવસાયીને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પરિવારજનોએ અંગદાનની જાહેરાત કરી હતી. જેથી સુરતની જાણીતી સામાજીક સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારજનોએ લીવર, કીડની અને ચક્ષુદાન કરીને પાંચ વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. સુરતના પાસોદરા પાટીયા નજીક રહેતા કિરણકુમાર રમેશભાઈ વેકરીયા (ઉ.વ 46) (મૂળ […]

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ

સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યા હતા. આ રત્નોમાં દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. દેવી લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમંથન થી પ્રાપ્ત થયો હતો, તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને જો તમે શંખને ઘરમાં રાખો છો તો તમને ભાગ્યનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code