1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સાસણના સફારી પાર્કમાં સિંહ દર્શનનો પ્રારંભ, વન વિભાગે પ્રવાસીઓનું કર્યું સ્વાગત

ગીર સાસણનો સફારી પાર્ક એક સપ્તાહ વહેલો ખૂલ્લો મુકાયો, સફારી પાર્ક ચોમાસાના 4 મહિના બંધ કરાયો હતો, સફારી પાર્ક માટે વન વિભાગની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરી શકાશે જૂનાગઢઃ સાસણ ગીર નેશનલ પાર્ક ચોમાસાને લીધે પ્રવાસીઓ માટે છેલ્લા ચાર મહિનાથી બંધ કરાયું હતું. જેને આજથી ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓ હવે સફારી પાર્કમાં સિંહ દર્શન […]

કચ્છના મુન્દ્રામાં બારોઈ રોડ પર એક્ટિવાચાલકને ઈકો કારે ફુટબોલની જેમ ઉછાળ્યો

અકસ્માત બાદ ઈકો કાર રિવર્સમાં લઈને ભાગવા જતા ટાયર ફાટ્યુ, લોકોએ દોડી આવીને ઈકોકારના ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો, બે લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભૂજઃ કચ્છના મુન્દ્રાના નવનિર્મિત બારોઈ રોડ પર મોડીરાત્રે પૂરઝડપે ઇકો કારના ચાલકે યુ-ટર્ન લેતા એક એક્ટિવાચાલકને ધડાકાભેર ટક્કર મારી 300 મીટર જેટલો ઢસડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે એક્ટિવાચાલકનો […]

ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર 1200નું નજીવું માસિક પેન્શન મળે છે

EPS-95 હેઠળ મળતું પેન્શન પ્રતિ માસ રૂ. 10 હજાર કરવા કોંગ્રેસની માગણી, કેન્દ્ર સરકારમાં અનેક રજુઆતો અને સુપ્રિમનો ચૂકાદો છતાં પેન્શન વધારાતુ નથી, કોંગ્રેસના સાંસદો કેન્દ્રના નાણા મંત્રીનો રજુઆત કરશે અમદાવાદઃ દેશભરમાં 78 લાખથી વધુ EPS-95 આધારીત પેન્શનરો નજીવા પેન્શનને લીધે દયનીય હાલતમાં જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારીત પેન્શનરોને સરેરાશ માત્ર 1200/- જેટલું નજીવું […]

બિહાર ચૂંટણીમાં સી.આર.પાટીલને ભાજપાએ સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિ  બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં જીત માટે ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ધર્મેન્દ્ર પ્રધાનને મહત્વની જવાબદારી સોંપી છે. બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રભારી, સહ […]

ગુજરાતમાં કપાસનું 23.71 લાખ હેકટરમાં વાવેતર, પ્રતિ હેકટર ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને

7મી ઓકટોબર – વિશ્વ કપાસ દિવસ, ગુજરાતમાં 71 લાખ ગાંસડી કપાસનુ ઉત્પાદન, છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું, ગુજરાતનાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ, ગાંધીનગરઃ મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં […]

ગુજરાતમાં RTIના કેસોનો ઝડપી ઉકેલ લાવી દેશમાં અગ્રીમ હરોળનું સ્થાન બનાવ્યુઃ હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઊજવણીનો પ્રારંભ, અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ, માહિતી આયોગની ટીમેRTIના ક્ષેત્રમાં અનેક એવા નિર્ણયો લીધા છે. ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર […]

ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને રૂ. 7000/-ની મર્યાદામાં બોનસ ચુકવાશે

મુખ્યમંત્રીએ વર્ગ-4ના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી, સરકારના વર્ગ-4ના અંદાજે 16.921 કર્મચારીઓને લાભ મળશે, સરકારી-ગ્રાન્ટેડ શાળા કોલેજો, બોર્ડ નિગમોના વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસ ચૂકવાશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમા મુખ્યમંત્રીએ આજે રાજ્ય […]

ઊંઝા સહિત APMCમાં વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જીએસટીના વિરોધમાં દેશભરના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી, ઊંઝા યાર્ડમાંથી ખેડૂતો ઈસબગુલ વેચ્યા વિના પરત ફરી રહ્યા છે, પહેલા ઈસબગુલ સીડ પર કોઈ ટેક્સ નહોતો, હવે 5 ટકા જીએસટી વસુલવામાં આવે છે મહેસાણાઃ ઈસબગુલ સીડ પર પહેલા ક્યારેય વેટ કે કોઈ ટેક્સ લાગતો નહોતો પણ હવે જીએસટી 5 ટકા લગાવાતા ઈસબગુલના દેશભરના વેપારીઓએ ખરીદી બંધ […]

મોરબી-વાંકાનેક હાઈવે પર કન્ટેનરની અડફેટે સ્કૂટરસવાર પત્નીનું મોત, પતિને ઈજા

હાઈવે પર મકનસર ગામ નજીક કન્ટેનરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લીધુ, પતિ-પત્ની સ્કૂટર પર નૈવેદ કરવા જઈ રહ્યા હતા, પોલીસે ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, મોરબીઃ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મોરબી-વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક કન્ટેનર ચાલકે […]

સાવરકૂંડલા નજીક 6 વર્ષની બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પૂરાયો

સાવરકૂડલાના મોટા ભમોદ્રા ગામે દીપડો 6 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો, પરિવારે પીછો કરતા દીપડાએ બાળકીનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી, વન વિભાગે પાંજરૂ ગોઠવતા દીપડો પાંજરે પૂરાયો અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં બે દિવસ પહેલા ખેત મજુરી કરતા પરપ્રાંતિ પરિવારની 6 વર્ષની બાળકી ખેતરમાં ઘર પાસે રમતી હતી ત્યારે અચાનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code