1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે હીટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા, સિવિલમાં વોર્ડ શરૂ કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણી પૂનમ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતના સમયે પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન એપ્રિલમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે અમદાવાદના લોકો હીટસ્ટ્રોકનો ભાગ બને તો તેમના માટે શહેરની સિવિલ […]

વડોદરા કમટીબાગમાં જોય ટ્રેનને બોટકાંડ બાદ બંધ કરી દીધી હતી, હવે ક્યારે શરૂ કરાશે ?

વડોદરાઃ શહેરમાં ગત જાન્યુઆરી મહિનામાં હરણી તળાવ ખાતે હોડી દુર્ઘટના સર્જાયા બાદ સલામતીના કારણોથી શહેરના કમાટીબાગમાં બાળકોના આનંદ પ્રમોદ માટે જુદી જુદી રાઈડ તેમજ જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા અઢી મહિના રાઈડ અને જોય ટ્રેન બંધ કરવામાં આવી છે. તે હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. ઉનાળામાં વેકેશન દરમિયાન કમાટીબાગમાં બહારથી ફરવા […]

અમદાવાદમાં આજે IPLની મેચ દરમિયાન સ્ટેડિયમ તરફ જતા ક્યાં રસ્તાઓ બંધ રહેશે, જાણો

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે ત્યારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ આજે સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી  ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મોટેરા જનપથ ત્રણ […]

ગુજરાતમાં આજે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ’ પરીક્ષા 3 સેશનમાં લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આજે રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. આજે સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટ પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીએ પોતાની હોલ ટિકિટની સાથે એક આઇડી કાર્ડ પણ […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5432 મતદાન મથકોના 26,626 કર્મીઓને તાલીમ આપી ચૂંટણી કામગીરી માટે કરાશે સજ્જ

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28, 30 અને 1 એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ/અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર સુશ્રી રિદ્ધિ શુક્લએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં […]

ગુજરાતના મંત્રીઓ અને નેતાઓએ સરકારી મશીનરીઓનો ઉપયોગ ન કરવા ચૂંટણીપંચની તાકીદ

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી પંચના અધિકારીઓ નજર રાખી રહ્યા છે. દરમિયાન સરકારના મંત્રીઓ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે કે સરકારી અધિકારીને રાજકીય હેતુ માટે બોલાવી શકે નહીં, તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે. મંત્રીઓ માટેની સૂચનાઓનું ઉલ્લંઘન ફક્ત આદર્શ આચારસંહિતાનું જ નહીં, પરંતુ […]

રાજકોટ માર્કટ યાર્ડમાં કાચી કેરીની 126 ક્વિન્ટલની આવક, મણના 550થી 850ના ભાવ બોલાયાં

રાજકોટ:  રાજ્યમાં રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વથી શાકભાજી સિવાયના કામકાજ બંધ છે. આગામી 2 એપ્રિલથી વિવિધ જણસીઓની હરાજી શરૂ થશે. ત્યારે શુક્રવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી, ટામેટા અને બટાકા સહિતની શાકભાજીની આવક થઈ હતી. જેમાં કાચી કેરીની 128 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરી ખરીદીનો પ્રારંભ થયો હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા […]

અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 70,000ને વટાવી ગયો, જ્વેલર્સ કહે છે, હજુ પણ ભાવ વધશે

અમદાવાદઃ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસમાં વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા તેમજ ફગાવો વધતા સોનાના ભાવ રૂપિયા 70,000ની વિક્રમજનક લેવલ તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સોનાએ અસાધારણ પર્ફોમન્સ રજૂ કર્યું છે. અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું (99.9) 10 ગ્રામનો ભાવ […]

ભાજપના ક્ષત્રિય આગેવાનોની ઉપસ્થિતિમાં પરશોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને ફરીવાર માફી માગી

અમદાવાદઃ રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણો બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઊભો થતાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી. છતાંયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત રહેતા ભાજપે ડેમેજ કન્ટ્રોલ હાથ ધરીને ભાજપના જ ક્ષત્રિય આગેવાનો જવાબદારી સોંપી હતી. અને શુક્રવારે ગોંડલના શેમાળા ગામે પૂર્વ […]

બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા પક્ષીઓ માટે 10,000 માટીનાં કૂંડાનું પ્રા. શાળાઓને કરાયું વિતરણ

પાલનપુરઃ બનાસકાંઠામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આકરા ઉનાળામાં પંખીઓને પીવાનું પાણી મળી રહે તે માટે  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીવ દયાનું કામ કરવામાં આવ્યું છે. અને સંઘ દ્વારા જિલ્લાની 2348 શાળાઓમાં 10,000 થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માટે માટીના કુંડા મુકવામાં આવશે. બનાસકાંઠા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code