1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ચોટીલાના રામજી મંદિરમાં હવે અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શનની અનુભૂતિ થશે

અયોધ્યાથી પ્રવાસી સ્વરૂપે ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડો આવ્યા રામજી મંદિરમાં ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડા સ્થાપીત કરાયો અમદાવાદઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી. આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના […]

અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ મોટરકાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા હાઈવે નડિયાદ નજીકથી અમદાવાદ પાર્સિંગની કાર પસાર થઈ […]

રામ નવમીઃ ગુજરાત બન્યું રામમય, ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મંદિરમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારથી જ રામજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આવે રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યાં હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો […]

રામ નવમીએ વિશેષ દર્શન: સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મુકાઈ

રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. રામાયણ સાથે ગણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. 1977માં રામાયણ ખૂબ એનોખી રીતે લખાયું હતુ. આ રામાયણ સોના-ચાંદી, હીરા-મોતીની બનેલી હતા. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે. • 4000 હીરા, માણેક અને નીલમણિનો પણ ઉપયોગ થયો છે આ રામાયણ 530 પૃષ્ઠની છે. તેને લખવા […]

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]

અમદાવાદ શહેરમાં પાંચ વર્ષમાં કોર્પોરેશનને 7251 વૃક્ષો કાપવાની મંજુરી આપી

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ શહેરમાં વૃક્ષા રોપણના દાવાઓ વચ્ચે મનપાએ પાંચ વર્ષમાં વિકાસના નામે 7251 જેટલા વૃક્ષોને કાપવની મંજુરી આપી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યું છે. એટલું જ નહીં બાગ-બગીચાની પણ યોગ્ય જાળવણી કરવામાં નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. અમદાવાદ મનપાના વિપક્ષી દળ કોંગ્રેસે જણાવ્યું હતું કે, એકતરફ મનપા “Beat the heat” નામનું કેમ્પેઇન ચલાવે છે […]

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો

અમદાવાદઃ આજે IPL માં ગુજરાત ટાઈટન્સ નો સામનો દિલ્હી કેપીટલ્સ સાથે થશે. આ મુકાબલો અમદાવાદમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે માત્ર 3 જ મુકાબલા થયા છે. જેમાંથી 2 માં ગુજરાત ટાઈટન્સને અને 1 માં દિલ્હી કેપીટલ્સને જીત મળી છે. વર્તમાન સીઝનની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે 6 માંથી 3 અને દિલ્હીએ 6 માંથી 2 મેચ […]

સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના શિક્ષકોને પગાર ન ચુકવાતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે, શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત છે. બીજીબાજુ આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો […]

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલનું કામ ક્યારે પૂર્ણ થશે ? હાલ કામચલાઉ ટર્મિનલથી થતું સંચાલન

રાજકોટઃ શહેરના હીરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયા બાદ વિદેશી વિમાની સેવાનો હજુ લાભ મળ્યો નથી. કારણ કે, હાલ કામ ચલાઉ ટર્મિનલથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ લોકાર્પણ કરાયાને મહિનાઓ વિતી ગયા છતાં હજુ સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું નથી અને એક પછી એક મુદત પડી રહી છે. ટર્મીનલનું બાંધકામ હવે લોકસભા ચૂંટણી પછી […]

UPSC ફાઇનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ ઝળક્યાં, 8 પાટીદાર યુવક-યુવતીઓનો સમાવેશ

અમદાવાદઃ UPSC ફાઇનલનું પરિણામ જાહેર થતાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. UPSCની સપ્ટેમ્બર મહિનામાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે UPSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code