1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ
સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ

સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ

0
Social Share

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના શિક્ષકોને પગાર ન ચુકવાતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે, શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત છે. બીજીબાજુ આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશનને ટેક્સની કરોડો રૂપિયાની આવક છે. ઉપરાંત સરકારની ગ્રાન્ટ પણ કરોડો રૂપિયાની મળી રહી છે. છતાં મ્યુનિ.શાળાઓના શિક્ષકોને સમયસર પગાર ચુકવાતો નથી. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ધોરણ પાંચ સુધીની પરીક્ષા પુરી થઈ ગઈ છે અને ધોરણ 6 થી 8ની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા વચ્ચે શિક્ષકો પગારની રાહ જોઈને બેઠા છે. શિક્ષકો પરીક્ષાની કામગીરી સાથે સાથે આગામી ચૂંટણી માટેની કામગીરીની કવાયત કરી રહ્યાં છે. તે દરમિયાન 16 એપ્રિલ થઈ ગઈ હોવા છતાં પણ શિક્ષકોનો પગાર ન થતાં શિક્ષકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

મ્યુનિ.શાળાના શિક્ષકોના કહેવા મુજબ સામાન્ય રીતે શિક્ષકોનો પગાર 1 થી 5 તારીખની વચ્ચે થઈ જાય છે જેના કારણે અનેક શિક્ષકો એવા છે જેમની બેંક લોન ચાલતી હોય તેના હપ્તા 10 થી 15 તારીખની વચ્ચે સીધા કપાઈ જાય છે. પરંતુ આ વખતે શિક્ષકોનો પગાર બેંકમાં જમા થયો નથી અને તેના કારણે બેંકમાં હપ્તાનું ટેન્શન થઈ ગયું છે. હાલમાં શિક્ષણ ઉપરાંત ચુંટણી તથા અન્ય કામગીરી હોવાથી શિક્ષકો પર ભારણ વધી રહ્યું છે તેવામાં પગાર ન થતાં શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે. આવી સ્થિતિમાં શિક્ષકો પગાર 5 તારીખ પહેલા જમા થઈ જાય તેવી માગણી કરી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code