1. Home
  2. Tag "Municipal Schools"

સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના શિક્ષકોને પગાર ન ચુકવાતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે, શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત છે. બીજીબાજુ આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો […]

અમદાવાદમાં મ્યુનિ.શાળાઓમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ શહેરમાં હવે મ્યુનિ. શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી મ્યુનિ. શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. મ્યુનિ.શાળાઓને પણ ખાનગી શાળા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત વધતી જતી મોંધવારીને લીધે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડી શકે તેમ નથી. આ બધા કારણોને લીધે હવે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. […]

અમદાવાદની મ્યુનિ.શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના મુદ્દે શિક્ષકોને હેરાન કરાતાં હોવાની રાવ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના નગર શિક્ષણ સમિતિ સંચાલિત મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 90 ટકા ન હોય તો શિક્ષકોને ઝોનલ કચેરીએ બોલાવીને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. તેની સામે શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. મ્યુનિ. સ્કૂલોના અધિકારીઓ દ્વારા સ્કૂલોમાં ફરજિયાત 80થી 90 ટકા હાજરી માગવામાં આવી રહી હોવાનો આક્ષેપ શિક્ષકો દ્વારા કરાયો છે.  મ્યનિ.શાળાના એક આચાર્યએ […]

અમદાવાદ મ્યુનિની શાળાઓના 752 કૂપોષિત બાળકોને મેડિકલ ચેકઅપ અને જરૂરી દવાઓ અપાઈ

અમદાવાદ: રાજ્યમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં કૂપોષણનો મુદ્દો રાજ્ય સરકાર માટે ચિંતાજનક છે. સરકાર દ્વારા બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. આંગણવાડીથી લઈને શાળાઓના બાળકોને પોષ્ટીક આહાર આપવામાં આવે છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો જન્મથી બાળકોને પુરતું પોષણ ન મળવાથી કૂપોષણનો ભોગ બનતા હોય છે. આ સમસ્યા માત્ર ગામડાં […]

ભાવનગરની મ્યુનિ શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્પોર્ટસના સાધનો ધૂળ ખાય છે

ભાવનગરઃ ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રનો વિકાસ થાય અને રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળાઓમાં જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે ઋચિ જાગે તે માટે શાળાઓને લાખો રૂપિયા ખર્ચીને રમત-ગમતના સાધનો આપવામાં આવે છે. પણ ઘણીબધી સરકારી શાળાઓને રમત-ગમત ક્ષેત્રે રસ જ ન હોય તેમ રમત-ગમતના સાધનો ધૂળ ખાતા હોય છે. ભાવનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code