1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, પેલેસ્ટિનિયન કેદીઓ માટે ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે બે દિવસ માટે યુદ્ધ વિરામનું સૂચન કરાયું છે. […]

ધનતેરસના દિવસે સ્થાનિક શેરબજારમાં  ઘટાડો

ધનતેરસના દિવસે સ્થાનિક શેરબજારમાં ધટાડો જોવા મળી રહ્યો છે. આજે બજારમાં સપાટ સ્તરે મિશ્ર કારોબારની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ નજીવા વધારા સાથે ખુલ્યો અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો. કારોબારની શરૂઆત પછી બંને સૂચકાંકોમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. પરંતુ વેચાણ વધતા ફરી પાછા સૂચકાંકો લાલા નિશાન ઉપર જોવા મળ્યા હતા. ટ્રેડિંગમાં શેરબજારમાં 2,256 […]

નાઈજીરિયાઃ અબુજામાં એક ઈમારત ધરાશાયી થતા સાત ના મોતની આશંકા

નવી દિલ્હીઃ નાઈજીરીયાની રાજધાની અબુજામાં એક ઈમારત ધરાશાયી થતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. નાઈજીરિયાની રાજધાની અબુજાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા અબ્દુલ રહેમાન મોહમ્મદે સોમવારે એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઈમારતને આંશિક રીતે તોડી પાડવામાં આવી છે. આ ઘટના શનિવારે બની હતી જ્યારે કેટલાક શંકાસ્પદ સફાઈ કામદારો ઈમારતમાં પ્રવેશ્યા હતા […]

જો બાયડેને વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવી, અગ્રીમ ભારતીયોની હાજરી જોવા મળી

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પ્રથમ મહિલા જિલ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી. આ સમારંભ દરમ્યાન ત્રણે જણે ભારતીય અમેરિકનોની સાથે મુલાકાત કરી હતી. હાલના વહીવટી તંત્રે વ્હાઇટ હાઉસમાં દિવાળી પાર્ટી માટે દેશમાંથી 200 થી વધુ ભારતીય અમેરિકનોને આમંત્રિત કર્યા હતા. અગ્રીમ ભારતવંશીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા પ્રમુખ બાયડેને વ્હાઈટ હાઉસમાં […]

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી દિવાળીની શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જે લગભગ પાંચ મહિનાથી અવકાશમાં છે. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરનારાઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ વીડિયો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માંથી શેર કરવામાં કરવામાં આવ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ વખતે મને પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળી ઉજવવાની અનોખી તક […]

રાજધાની દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 275 નોંધાયો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) માં આજે ઘટાડો જોવા મળ્યો છે. સવારે 6.15 વાગ્યા સુધી અહીં સરેરાશ AQI 275 નોંધાયો હતો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ દિલ્હીમાં વાયુ પ્રદુષણની સમસ્યા વધી રહી છે. જેના કારણે લોકોને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી […]

હવામાનમાં થતા ફેરફારની તમારા મગજ પર શું અસર પડે છે? તમને કદાચ ખબર નહીં હોય

દિવાળીના આગમનની સાથે જ વાતાવરણમાં પલટો આવવા લાગ્યો છે. સવાર અને સાંજના તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે શરીર પર ઘણી અસરો જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો સીધો સંબંધ મન અને વર્તન સાથે છે. વધુ પડતી ગરમી કે ઠંડી તમારા મગજને અસર […]

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ […]

ધનતેરસ: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી અને કુબેરની પૂજા કરવી જોઈએ

દિલ્હી સંત મહામંડળના પ્રમુખ, પંચ દશનામ જુના અખાડાના પ્રવક્તા, દૂધેશ્વરનાથના શ્રી મહંત નારાયણ ગિરી મહારાજે જણાવ્યું છે કે આ વખતે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવતા શ્રી મહંતે કહ્યું છે કે, દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ […]

શું તમારી કારમાં એન્જિન ઓઈલ ઓછું થઈ ગયું છે? ત્રણ મહત્વની બાબતો જે જણાવે છે કે સમગ્ર મામલો શું છે

એન્જિન ઓઈલ વાહનની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એન્જિન ઓઇલની હાજરીને કારણે, એન્જિન સરળતાથી વાહનને આગળ ધપાવે છે. તે સુનિશ્ચિત કરે છે કે એન્જિન બ્લોકની અંદરના જટિલ ગતિશીલ ભાગો યોગ્ય રીતે લ્યુબ્રિકેટેડ છે અને સાથે કામ કરે છે. જો કે, અન્ય ઘણા મહત્વપૂર્ણ ઘટકો અને આવશ્યક પ્રવાહીની જેમ, એન્જિન ઓઇલને પણ સ્થિતિના આધારે સમયાંતરે બદલવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code