1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આરોગ્ય માટે પ્રોટીન જરુરી, જો કે વધારે પ્રોટીન લેવાથી સ્વાસ્થ્યને થાય છે નુકશાન

  શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે, પ્રોટીન તેમાંથી એક છે. સ્નાયુઓના નિર્માણ અને મજબૂતીમાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં,  આ મેક્રોન્યુટ્રિએન્ટ વજન ઘટાડવા, ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે મજબૂત હાડકાં બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે. આ પ્રોટિન શાકભાજી, ડેરી, બદામ, માંસ, ચીઝ વગેરે જેવી આહારમાં […]

ગુજરાતમાં 5 વર્ષમાં 1.71 લાખ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો, જેન્ડર રેસિયામાં પણ પાછળઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાતમાં પાંચ વર્ષમાં 1,71,325  મહિલાઓનાં કાયદેસર ગર્ભપાત કરાવ્યો છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ 2021-22માં સમગ્ર દેશમાં 13,65,096 જેટલી મહિલાઓનો ગર્ભપાત થયો હતો. જેમાં ગુજરાતમાં વર્ષ  2021-22માં જ 30187 મહિલાઓનો ગર્ભપાત કરવામાં આવ્યો છે. રાજ્યમાં પાંચ વર્ષમાં 1,71,325 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે. તેમ કોંગ્રેસ […]

અમદાવાદમાં ACBની ટ્રેપમાં પોલીસ કોન્સ્ટેબલ 4000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. ઘણા જાગૃત નાગરિકો ફરિયાદ કરે ત્યારે લાંચના કેસ પકડાતા હોય છે. જ્યારે ઘણા લોકો માથાકૂટમાં પડ્યા વિના લાંચ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેતા કર્મચારીઓની હિંમત વધતી હોય છે. રાજ્યમાં મહેસુલ અને ગૃહ વિભાગના કર્માચારીઓ લાંત લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક પોલીસ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ડો. રાજુલ ગજ્જરની નિયુક્તિ

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ તરીકે પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે.  ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મહિલા કુલપતિની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ગુજરાત ટેકનોલોજીકલ […]

બિહાર વિધાનસભાના હેરીટેજ ડેવલપમેન્ટ કમિટી’એ લીધી ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત

ગાંધીનગરઃ બિહાર વિધાનસભાની ‘બિહાર હેરીટેજ ડેવલપમેન્ટ કમિટી’ના અધ્યક્ષ તેમજ સભ્યો સ્ટડી ટુર કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ચાર દિવસીય પ્રવાસે આવ્યા છે. ગુરૂવારે સવારે બિહાર હેરીટેજ ડેવલપમેન્ટ કમિટીએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા દેશની સૌપ્રથમ યુનેસ્કો હેરીટેજ સીટી – અમદાવાદ, યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ હેરીટેજ સાઈટ, […]

ગુજરાતમાં કન્જક્ટિવાઇટિસના 2.30 લાખથી વધુ કેસ, પ્રતિદિન 30,000 દર્દીઓ નોંધાઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં મોટાપાયે આંખનો ચેપી ગણાતો કન્જક્ટિવાઇટિસનો રોગ ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેના 2.30 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કન્જક્ટિવાઇટિસ ચેપી હોવાથી રોજના સરેરાશ 18થી 30 હજાર સુધીના કેસ છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ રોગ સામે બે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાયો છે. સરકારી ચોપડે નહીં નોંધાયેલા કન્જક્ટિવાઈટિસના […]

ગુજરાતને અંગદાનની શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યા પાંચ એવોર્ડ, રાષ્ટ્રીય સ્તરે કરાયું બહુમાન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં થઇ રહેલા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરીનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન થયું છે. 13મા રાષ્ટ્રીય અંગદાન દિવસ 3જી ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) […]

જામનગર અને જુનાગઢના એસટી બસના પ્રશ્નોના ઉકેલ માટે મંત્રી રાઘવજી પટેલે કરી ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાતના કૃષિ મંત્રી  રાઘવજી પટેલને જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસો સંદર્ભે નાગરિકો તરફથી વિવિધ રજૂઆતો અને ફરિયાદો મળી હતી. નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી તેમને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવા રાઘવજી પટેલે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. આથી વાહન વ્યવહાર […]

પાવાગઢનાં સાંનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ, વિવિધ જાતિના 11 હજાર વૃક્ષો ઉછેરાયાં

હાલોલઃ  રાજ્યમાં 74મા રાજ્યકક્ષાના વન મહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢનાં સાંનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલોલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાયું છે. જેનો મનમોહી લે તેવો ડ્રોન નજારો સામે આવ્યો છે. વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ હતુ. જેપુરા-વન કવચનું […]

ધાનેરાથી રાજસ્થાન જતા સ્ટેટ હાઈવે નંબર 11ની અત્યંત ખરાબ હાલત, વાહનચાલકો પરેશાન

ધાનેરાઃ ગુજરાતમાં વરસાદને કારણે તમામ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. જેમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર તો ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં ધાનેરાથી રાજસ્થાન જતો સ્ટેટ હાઈવે તો છેલ્લા બે વર્ષથી અત્યંત બિસ્માર છે. આ સ્ટેટ હાઈવે પર તો રોડ તો દેખાતો જ નથી. અને ઠેર ઠેર મોટા ખાંડાઓ જાવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code