1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આ પ્રાણી પાણી પીધા વિના આખી જીંદગી વિતાવી શકે છે, તમે તેનું નામ ક્યારેય સાંભળ્યું નથી

દુનિયામાં કોણ જાણે કેટલા પ્રકારના પ્રાણીઓ રહે છે? દરેક પ્રાણીની પોતાની આગવી વિશેષતા હોય છે. કેટલાક જીવો એવા છે જે ઉંટની જેમ 10-15 દિવસ સુધી પાણી પીધા વિના જીવી શકે છે. પણ આજે અમે તમને એક એવા પ્રાણી વિશે જણાવીએ જે પાણી વગર પોતાનું આખું જીવન જીવી શકે છે. તે હરણની પ્રજાતિનું છે. તેનું નામ […]

ઉનાળામાં પહેરવા માટે આ ફેબ્રિકના કપડાં શ્રેષ્ઠ, પરસેવો દૂર કરીને શરીરને ઠંડુ રહેશે

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો હળવા અને આરામદાયક કપડાં પહેરવાનું પસંદ કરે છે. આ ઋતુમાં, વ્યક્તિ એવા કાપડની શોધમાં હોય છે જે ફક્ત પરસેવો ઓછો જ નહીં પણ ઠંડકનો અહેસાસ પણ આપે. આ ઉપરાંત, આ કાપડ આરામદાયક હોવાની સાથે સ્ટાઇલિશ લુક પણ આપે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે કેટલાક એવા ફેબ્રિક વિકલ્પો લાવ્યા […]

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ભૂલ કરશો તો આંખોની રોશની ઓછી થવાનો ભય

ડાયાબિટીસ ફક્ત તમારા બ્લડ શુગર લેવલને અસર કરતું નથી. તે આંખો સહિત શરીરના બીજા ઘણા અંગોને અસર કરી શકે છે. ડાયાબિટીસ માત્ર સ્વાસ્થ્ય સમસ્યા નથી. આ એક ગંભીર બીમારી છે જે શરીરના ઘણા ભાગોને અસર કરે છે. જેમાં આંખોનો પણ સમાવેશ થાય છે. ડાયાબિટીસને કારણે આંખની ગંભીર બીમારી ડાયાબિટીસને કારણે રેટિનાની નાની નસોને નુકશાન પહોંચે […]

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે : પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત – STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં યુનિયન ઇન્ટરનેશનલ ડી એડવોકેટના પૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવા અને ઝડપી ન્યાય પહોંચાડવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું […]

મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા ભારત રાહત સામગ્રી મોકલશે

નવી દિલ્હીઃ ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે. રાહત કાર્ય ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે ભારતીય વિમાનો ટૂંક સમયમાં હિંડોન એરફોર્સ સ્ટેશનથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન ભારતીય વાયુસેનાનું C-130J વિમાન, 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે યાંગોનમાં ઉતરી ગયું છે. રાહત પેકેજમાં તંબુ, ધાબળા, […]

સૌર ઊર્જાની ક્ષમતા વધીને 104 ગીગાવોટ થઈઃ પ્રહલાદ જોશી

અમદાવાદઃ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર અંતર્ગત દેશની અગ્રણી સ્વચ્છ ઊર્જા સંક્રમણ કંપની વારી એનર્જી લિમિટેડના ગુજરાતના ચીખલીમાં અદ્યતન 5.4 ગીગાવોટ સોલર સેલ ગીગાફેક્ટરી / મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જાનાં મંત્રી પ્રહલાદ જોશી, જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતનાં વરિષ્ઠ મંત્રીઓ જેમકે ઊર્જા અને […]

અમરેલીઃ વાંઢ ગામ ખાતે કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી, તંત્ર દોડતું થયું

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના વાંઢ ગામ ખાતે આગ લાગી છે. કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી છે. અચાનક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આગનું સ્વરૂપ વધુ વિકરાળ જોવા મળતા અમરેલીના ગયા વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાથી ફાયર વિભાગ જાફરાબાદના વાંઢ જવા રવાના થયું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ […]

ગુજરાતઃ ચાર વર્ષમાં 2.07 લાખથી વધુને કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ મળ્યો

અમદાવાદઃ રાજ્યની કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં 2.07 લાખથી વધુ લાભાર્થીઓને 237.58 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. ગુજરાતમાં કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત દીકરીઓના લગ્ન માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં 109166 ના લક્ષ્યાંક સામે કુલ 207881 લાભાર્થીઓને 237.58 કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક […]

હૈદરાબાદમાં એક માણસે એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્ન કર્યા

તેલંગાણાના કોમારામ ભીમ આસિફાબાદ જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. સૂર્યદેવ નામના વ્યક્તિએ એક જ સમયે લાલ દેવી અને ઝલકારી દેવી નામની બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેણે એક જ લગ્નના આમંત્રણ કાર્ડ પર બંને દુલ્હનોના નામ છપાવી લીધા અને એક ભવ્ય સમારોહનું પણ આયોજન કર્યું. લગ્નના વીડિયોમાં બંને મહિલાઓ એક પુરુષનો હાથ પકડેલી જોવા મળે […]

નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન પછી કર્ફ્યુ હટાવવામાં આવ્યો, 100 થી વધુ સમર્થકોની ધરપકડ

નેપાળમાં સવારે પૂર્વ કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહી તરફી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણને પગલે લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લીધો હતો કારણ કે આ વિસ્તારમાં તણાવ ઓછો થયો હતો. ગઈ કાલે કાઠમંડુના કેટલાક ભાગોમાં તણાવ હતો જ્યારે રાજાશાહી તરફી વિરોધીઓએ પથ્થરમારો કર્યો હતો, રાજધાનીના ટિંકુને વિસ્તારમાં રાજકીય પક્ષના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો, કેટલાક વાહનોને આગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code