1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લીલા શાકભાજીના ભાવમાં તેજીને લીધે કઠોળના વેચાણમાં સરેરાશ 30 ટકાનો વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. જેમાં  વરસાદી સીઝનમાં લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ટમેટા, આદુ, કોથમીર સહિતના શાકભાજી઼ના ભાવમાં વધારો નોંધાતા ઘરે દાળ-ભાતમાંથી પણ ટમેટા, આદુનો ઉપયોગ ગૃહોણીઓએ બંઘ કરી દીધો છે. ટમેટાના ભાવ કિલોના 150 રૂપિયા થઇ જતા કાચા સલાડમાંથી પણ ટમેટાની બાદબાકી જોવા મળી રહી છે. શાકભાજીના […]

ગાંધીનગરમાં સ્કુલબસના ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કડક સુચના અપાઈ

ગાંધીનગરઃ ડીજીના આદેશ બાદ હવે શહેરની પોલીસે પણ બેફામ દોડતા વાહનો સામે ડ્રાઈવ શરૂ કરી છે. ખાસ કરીને સ્કુલના વિદ્યાર્થીઓને લઈ જતાં વાહનો બેફામપણે દોડતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે સ્કુલના વાન અને સ્કૂલ બસના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમોનું અચૂકથી પાલન કરવા ટ્રાફિક પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. છાસવારે સ્કૂલ બસ અને સ્કૂલ […]

અમદાવાદમાં વરસાદને લીધે જાહેર રસ્તાઓ પર થયેલી ગંદકી – કચરો ઉપાડવા તંત્રને સુચના આપવી પડી

અમદાવાદઃ શહેરમાં વરસાદ બાદ હજુ ઘણાબધા રસ્તાઓ પર ગંદકી જોવા મળી રહી છે. તો ઘણા વિસ્તારોમાં કચરો પણ ઉપાડવામાં આવતો નથી. તેની રોગચાળો ફેલાવવાની દહેશત છે. આથી તમામા વિસ્તારોમાં ગંદકી દુર કરીને કચરો ઉઠાવી લેવાની એએમસીની હેલ્થ કમિટી દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. શહેરમાં વરસાદ બાદ સફાઈ કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના […]

અમદાવાદમાં પોલીસની ડ્રાઈવ, જોખમી ડ્રાઈવિંગ કરનારા 119, પૂર ઝડપે વાહનો હંકારતા 57 પકડાયાં

અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતે 10નો ભોગ લાધા બાદ હવે શહેરમાં બેફામપણે વાહનો હંકારનારા સામે પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઘણા વિસ્તારોમાં લારી-ગલ્લા, દુકાનો 11 વાગ્યા પછી બંધ કરી દેવાની સુચના આપવામાં આવી રહી છે. મોડીરાત સુધી જ્યાં […]

ગુજરાત યુનિ, સંલગ્ન 8 ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 8  જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં હવે એક જ વર્ગ ગ્રાન્ડેટ ધારણે ચાલશે. જ્યારે અન્ય વર્ગ સ્વનિર્ભર મોડલ પર ચલાવવાનો રહેશે. હાઇબ્રીડ મોડેલ પર ચલાવવાના વર્ગ માટે કોલેજ દ્વારા 10,000 રૂપિયા ફીની મંજૂરી માંગવામાં આવી હતી. જેની સામે ગુજરાત યુનિવર્સિટીએ 8000 રૂપિયા ફીની મંજૂરી આપી છે. જેથી ગ્રાન્ટેડ કોલેજમાં એક વર્ગની ફી […]

નવી શિક્ષણનીતિના 3 વર્ષ પૂર્ણ: 10+2+3 ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી

અમદાવાદઃ દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે. સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રુચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020નાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી શિક્ષણનીતિથી અવગત કરાવતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના […]

GST કાઉન્સિલની તા. 2 ઓગસ્ટના રોજ બેઠક યોજાશે

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાદવાના નિર્ણયને સરકારની અંદર તેમજ ગેમિંગ ઈન્ડસ્ટ્રી તરફથી ઘણો વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા GST લાદવા માટે GST કાઉન્સિલની બેઠક 2 ઓગસ્ટ, 2023ના રોજ યોજાવા જઈ રહી છે. ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા […]

આ છે વિશ્વનું સૌથી મોટૂ રેલ્વે સ્ટેશન જ્યાં પ્લેટફોમ પર એક સાથે 40થી વધુ ટ્રેન ઊભી રહેતી હોય છે

  ટ્રેન એક એવી સુવિધા છે જે યાત્રીઓને ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે અને વળઈીઓછા ભાડામાં પહોંચાડે છે જેને લઈને માત્ર ભારતમાં જ નહી વિદેશમાં પણ રેલ્વે સેવાઓ પર ઘણા નાગરિકો નિર્ભર રહે છે.યાત્રા માટે પરવડે તેવો માર્ગ રેલ્વે છે.રેલ્વેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં રાજ્યો અને શહેરોની કનેક્ટિવિટીનું […]

PM નરેન્દ્ર મોદીએ 123 એકરમાં ફેલાયેલા ‘ભારત મંડપમ્’ IECC કોમ્પ્લેક્સનું કર્યું ઉદઘાટન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે નવી દિલ્હીમાં પુનઃવિકાસિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેને ‘ભારત મંડપમ’ નામ આપવામાં આવ્યું છે. સિક્કા અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે તેમણે હવન અને પૂજા કરી હતી. કન્વેન્શન સેન્ટરને રૂ. 2,700 કરોડના ખર્ચે રિડેવલપ કરવામાં આવ્યું છે. પ્રગતિ મેદાનનું ITPO […]

દેશમાં એક વર્ષમાં અકસ્માતના બનાવોમાં 1.5 લાખ વ્યક્તિઓના મૃત્યુ

દર કલાકે સરેરાજ 18 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત થાય છે દરરોજ સરેરાશ 1100થી વધારે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બને છે માર્ગ અકસ્માતના મામલે મહારાષ્ટ્ર છઠ્ઠા ક્રમે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ભારતમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code