સુરેન્દ્રનગરની વર્ષો જુની જિલ્લા જેલમાં 125ની ક્ષમતા સામે 300 કેદીઓ
સુરેન્દ્રનગર, 19 જાન્યુઆરી 2026: શહેરમાં આવેલી વર્ષો જુની જિલ્લા જેલની બદતર હાલત છે. જિલ્લાની મુખ્ય સબજેલ હાલ તેની સ્થાપનાના 120 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અંગ્રેજોના શાસન દરમિયાન બનેલી જેલમાં હાલ 125 કેદીઓની ક્ષમતા સામે 300 કેદીઓ છે. અપૂરતી જગ્યા અને સુવિધાઓના અભાવે કેદીઓ અને જેલ સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટનાઓ […]


