1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગરમ પાણી સ્વાસ્થય માટે ફાયદા કારક પરંતુ જો જરુરથી વધારે પીવામાં આવે તો થાય છે આટલા નુકશાન ,જાણીલો

  સામાન્ય રીતે આપણે એમ સાંભળ્યું છે કે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું જોઈએ જેનાથી પેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે પણ શું તમે જાણો છો કે વધારે પડતું ગરમ પાણી પીવાથી શરીરને નુકશાન પણ થઈ શકે છે. જો વધારે પડતું ગરમ પાણી પીવામાં આવે લોહીની માત્રા માટે ખૂબ જોખમી છે જો કોઈ વ્યક્તિ […]

ડિજીટલ ઈન્ડિયાઃ રાજકોટની તમામ ગ્રામ પંચાયતમાં હવે ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ કરી શકશે

રાજકોટઃ હાલ મોબાઈલ ટેક્નોલોજીના ઉપયોગથી પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે “ડિજિટલ ઈન્ડિયા” અંતર્ગત પંચાયતોમાં વેરા વસૂલાતમાં પણ યુ.પી.આઈ. (યુનિફાઈડ પેમેન્ટસ્ ઇન્ટરફેસ)થી પેમેન્ટની સિસ્ટમ લાગુ કરાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીદેવ ચૌધરીના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાની તમામ 588 ગ્રામ પંચાયતોમાં ક્યુ.આર. કોડ મારફત યુ.પી.આઈ.થી પેમેન્ટની સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. આમ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો […]

CRCS-સહારા રિફંડ પોર્ટલ: ગામડાઓ-અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સહારા ગ્રૂપની કોઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોને રિફંડ પ્રદાન કરવાની પ્રક્રિયામાં કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) તેમને સીઆરસીએસ- સહારા રિફંડ પોર્ટલ પર તેમના દાવા દાખલ કરવામાં મદદ […]

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર રાત્રે અકસ્માત જોવા ઊભેલા લોકોના ટોળાં પર કાર ફરી વળી, 9નાં મોત

અમદાવાદઃ શહેરમાં મધરાત બાદ ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની પાછળ પૂરફાટ ઝડપે જતી મહિન્દ્રા થાર કાર ધડાકા સાથે ધૂંસી ગઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસ પણ દોડી આવી હતી. મહેન્દ્ર કંપનીની થાર કાર નવી હોવાથી એનો આરટીઓનો નંબર પણ કાર પર લગાવેલો ન હોવાથી પોલીસ […]

આણંદ નજીક પોલ્ટ્રીફાર્મમાંથી આંગણવાડીને અપાતો કૂપોષિત બાળકો માટેનો આહારનો જથ્થો પકડાયો,

આણંદ:  જિલ્લાનાં રાસ ગામમાં પોલ્ટ્રીફાર્મમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે દરોડો પાડીને બોરવેલની ઓરડીમાં સંતાડવામાં આવેલો આંગણવાડીમાં વિતરણ માટેને બાલ આહારનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આરોપીઓને અટકમાં લઈને  આ જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો, તેની તપાસ સાથે આંગણવાડીઓમાં કુપોષણથી બચાવવા માટે બાળકોને વિતરણ માટેનાં બાલ આહારનાં કાળા બજારનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ […]

ASIA CUP 2023નું શેડ્યુલ જાહેર, 2જી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ કેન્ડીમાં રમાશે

અમદાવાદઃ દેશના ક્રિકેટરસિકોના લાંબા સમયથી જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેનો અંત આવ્યો છે. આખરે એશિયા કપ 2023 (Asia Cup 2023)નું  શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ટૂર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 […]

અમદાવાદમાં AMCના સિવિક સેન્ટર્સ સોફટવેર અપડેટને લીધે ચાર દિવસ બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં AMC દ્વારા નાગરિકની સુવિધાઓ માટે દરેક વિસ્તારમાં સીટી સિવિક સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં  મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા પ્રશ્નો, ફરિયાદો અને ટેક્સને લગતી  તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે. શહેરના મ્યુનિ.ના સિવિક સેન્ટરોમાં જુના સોફ્ટવેરને અપડેટ કરી નવા સોફ્ટવેર ડેવલોપ કરવામાં આવી રહ્યા છે.  જેનો ડેટા બેકઅપ લેવાના હોવાથી તા. 21 જુલાઈથી 24 […]

ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી, રજુઆતો છતાંયે સરકાર નિષ્ક્રિય

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 45 દિવસ વિતિ ગયા છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી નથી. એટલે વિદ્યાર્થીઓના ભણતરને માઠી અસર પડી રહી છે. શાળાને સંચાલકોએ સરકારને અગાઉ અનેકવાર રજુઆતો કર્યા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. ગ્રાન્ટેડ સ્કૂશાળાઓના સંચાલકોની અનેક રજૂઆત અને માંગણીઓ છે, જે પૂરી થાય તો શાળાઓમાં ગરીબ […]

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે, પ્રવાસન નિગમે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા MOU

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા 69મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે. આ 69મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે […]

ગુજરાતમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 29મી સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે એનટીએ (National Testing Agency)  દ્વારા તા.29 સપ્ટેમ્બર-2023ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023 યોજાશે.  આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code