1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધશેઃ જગદીશ વિશ્વકર્મા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 80 મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યકક્ષનાં મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રીજીયોનલ સેક્રેટરી દિલીપ પાધ્યા મુખ્યમહેમાન પદે રસોઈ ડાઈનીંગ હોલ, ભાવનગર ખાતે યોજાયો હતો. મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધવાની છે. ગુજરાત એરપોર્ટ, રોડ નેટવર્ક, […]

જૂનમાં GST રેવન્યુ કલેક્શન વધ્યું,ગયા વર્ષની સરખામણીમાં 12% નો થયો વધારો

જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન 12 ટકાના વધારા સાથે રૂ. 1.61 લાખ કરોડ 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરાયો હતો GST દિલ્હી : જૂન 2023માં રેકોર્ડ GST કલેક્શન થયું છે. નાણા મંત્રાલયે કહ્યું કે જૂન 2023માં કુલ 1,61,497 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જેમાં ગયા વર્ષના જૂનની સરખામણીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. […]

ઉત્તરાખંડમાં લાખોના અભિપ્રાયના આધારે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરાયોઃ પુષ્કર ધામી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી બાદ દેશભરમાં ‘યુનિફોર્મ સિવિલ કોડ’ના મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. મુસ્લિમ સમુદાયના ઘણા મોટા નેતાઓ ખુલ્લેઆમ તેનો વિરોધ કરવા આગળ આવ્યા છે. દરમિયાન આમ આદમી પાર્ટી જેવા ઘણા રાજકીય પક્ષો આ મુદ્દે મોદી સરકાર સાથે જોવા મળી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, […]

વડાપ્રધાન મોદીએ આજે ​​મધ્યપ્રદેશના શહડોલમાં જનસભાને સંબોધી

ભોપાલ: વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમએ આદિવાસી સમાજના લોકો વચ્ચે આપેલા સંબોધનમાં કહ્યું કે અમારા માટે આદિવાસીઓ માત્ર મતદાતા નથી. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, આજે મને રાણી દુર્ગાવતીજીની આ પવિત્ર ભૂમિ પર તમારા બધાની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રાણી દુર્ગાવતીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું […]

રાજ્યમાં નવા 68 પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ કરાશે

અમદાવાદઃ પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરીકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ […]

કિંગખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જવાન’ એ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી, મ્યુઝિક રાઈટ્સ કરોડોમાં વેંચાયા

શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ચર્ચામાં મ્યૂઝિક રાઈટ્સ કરોડોમાં વેચાયા મુંબઈ- બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે,ચાહકો કિંગખાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી હોવાનો એહવાલ સામે આવ્યો છે. જાણકારી અનુસાર ફિલ્મ જવાનના મ્યૂઝિક રાઈટ્સ કરોડોમાં વેચાયા હોવાની માહિતી સામે આવી છે […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે છ કલાકના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  152 મિ.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિ.મી., ધારીમાં 130 મિ.મી., ખેરગામ તાલુકામાં 112 મિ.મી. અને પારડીમાં 98 મિ.મી. […]

ટ્વિટરે હવે લાઈવ વીડિયો શેરિંગ ફીચર પર લગાવ્યો પ્રતિબંધ

દિલ્હી : જ્યારથી એલન મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળ્યો છે ત્યારથી માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર નવા અપડેટ્સ આવી રહ્યા છે. ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલાક યુઝર્સને કંપની દ્વારા કરવામાં આવેલા ફેરફારો પસંદ આવ્યા છે, પરંતુ કેટલાકે લોકોનો મૂડ બગાડ્યો છે. આગામી દિવસોમાં થઈ રહેલા બદલાવને કારણે ટ્વિટર યુઝર્સ પણ પરેશાન દેખાવા લાગ્યા […]

ફ્રાન્સમાં હિંસા ઉપર કાબુ મેળવા માટે યુરોપિયન ડોકટરે ભારત પાસે મદદ માંગી, યોગીને મોકલવા વિંનતી કરી!

નવી દિલ્હીઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં હિંસાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ફ્રાન્સમાં દેખાવકારો સુરક્ષા જવાનોને પણ નિશાન બનાવી રહ્યાં છે, એટલું જ નહીં તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપીને અરાજગતા ફેલાવી રહ્યાં છે. બીજી તરફ યુરોપિયન ડોક્ટર અને પ્રોફેસરે પેરિસમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવા માટે કાયદે-વ્યવસ્થાની સ્થિતિ ફરીથી સ્થાપિત થાય તે માટે ભારત પાસે મદદની […]

ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં નોંઘાયો ઘટાડો, આગળ પણ ટિકિટના દરોમાં વધુ રાહતની સંભાવના

ઘેરલુ વિમાન સેવાના યાત્રીઓને રાહતચ ટિકિટના ભાવમાં નોંધાયો ધટાડો દિલ્હીઃ-  તાજેતરમાં ઘરેલુ વિમાન સેવાનો લાભ લઈ રહેલા યાત્રીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.જાણકારી પ્રમાણે ડોમેસ્ટિક એરલાઈન્સના ટિકિટ ભાડામાં ઘટાડો નોંધાતા યાત્રીઓએ રાહતના શ્વાસ લીઘા છે.જ્યાં એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે એરલાઈન્સની ટિકિટના દર ઘટતા અવારનવાર વિમાનની યાત્રા કરતા પેસેન્જરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code