1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર અડ્ડો જમાવીને બેસતા પશુઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસથી રહિશો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસાની સીઝનમાં તો રોડ-રસ્તાઓ પર રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ઢોર ખાસ કરીને ખુંટીયાને પકડી ડબ્બે પુરવાની જવાબદારી સ્થાનિક સતાવાળાની હોય છે પરંતુ રખડતા ઢોરને ઝબ્બે કરવા કાયમી તંત્ર […]

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, મોમીનવાડમાં ગેરકાયદે દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરમાં વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો હટાવવાના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનને રજુઆતો છતા કોઈ કાર્યવાહી કરાતી નહોતી, પણ આખરે મ્યુનિ.ના સત્તાધિશોએ દબાણ હટાવવાની ઝૂંબેશ ઉપાડી છે. જેમાં શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી મેઘદૂત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તથા મોમીનવાડ વિસ્તારમાં દુકાન, ઓટલાઓ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશથી દબાણકારોમાં ફફડાટ […]

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટઃ  શહેર જિલ્લાની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રોડ-રસ્તા, ગટર, પાણી, ટોયલેટ, ફાયરસેફ્ટી અને ઇલેક્ટ્રિકના કામોમાં બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરીને આ મુદ્દે તટસ્થ તપાસની માગણી કરી હતી. સોમવારે  શહેર કોંગ્રેસે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ ખાતે વિરોધ સાથે રજુઆત કરી હતી. પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા […]

બરોડા ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી ઈલેક્શન ઓફિસર હાજર ન રહેતા મુલત્વી રહી

વડોદરાઃ  વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ યાને બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને પ્રમુખની ચૂંટણી સોમવારે યોજાવાની હતી. પરંતુ, ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ચૂંટણી હવે આગામી 3જી જુલાઈ સુધી મોકુફ રાખવામાં છે. કોંગ્રેસના ડિરેક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપએ પોતાની આબરૂ બચાવવા માટે ચૂંટણી અધિકારીને હાજર રાખ્યા નથી. પરંતુ, આગામી 3 જુલાઈએ […]

અમદાવાદની સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડે પણ દાખલ કરી ડિસ્ચાર્જની અરજી

અમદાવાદઃ ગુજરાત 2002નાં રમખાણો બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનારા તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલી રહી છે. ત્યારે સોમવારે સેશન્સ કોર્ટમાં આ કેસ ઉપર વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તિસ્તા સેતલવાડે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. […]

ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમારોહમાં 13,892 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે ખાસ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ વિદ્યાશાખાના 13,892 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાશુ પંડ્યાની ટર્મ આગામી 30મી  જૂને પુરી થઈ રહી હોવાથી  તેમણે અંતિમ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી અનેઆ પ્રસંગે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવ પણ વર્ણવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સોમવારે […]

ઇજિપ્ત સ્વેઝ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતને વિશેષ સ્થાન આપશે

ભારતીય રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે આ ઝોનમાં ઔદ્યોગિક-લોજિસ્ટિક ક્ષેત્રોનો સમાવેશ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં, ઇજિપ્તે જાહેરાત કરી હતી કે તે સ્વેઝ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતને વિશેષ સ્લોટ આપશે. દરમિયાન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઇજિપ્ત […]

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

જો તમે પણ હેન્ડબેગના શોખીન છો, તો જાણીલો તમારી ફેશનને જાળવી રાખવા કંઈ રીતે બેગની રાખવી કાળજી

બેગની ખાસ રાખવી જોઈએ કાળજી ફેશનની સાથે સાથે બેગની માવજત પણ જરુરી સામાન્ય રીતે દરેક યુવતીોને હેન્ડ બેગનો શોખ હોય છે કોઈ તો બેગ માટે એટલા ક્રેજી હોય છે કે તેઓ લાખો રુપિયાની બેગની ખરિદી કરતા અચકાતા નથી,જો કે આ તો રહી પોતપોતાના શોખ અને ફેશનની વાત , પણ જો તમે પણ બેગના શોખીન છો […]

ભારતીય સેનાની સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ પાકિસ્તાનની હેકર્સના નિશાના ઉપર

નવી દિલ્હીઃ જ્યારે પણ પડોશી દેશ પાકિસ્તાને ભારત તરફ આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ભારતીય સેનાના હાથે નુકસાન સહન કરવું પડ્યું. આ જ કારણ છે કે, ભારતીય સેના હંમેશા પાકિસ્તાનના નિશાના પર રહે છે, પરંતુ હવે પાડોશી દેશની નાપાક નજર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ છે. ભારતીય સુરક્ષા સંશોધકોએ આ અંગે એલર્ટ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code