1. Home
  2. ગુજરાતી
  3. કિંગખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જવાન’ એ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી, મ્યુઝિક રાઈટ્સ કરોડોમાં વેંચાયા
કિંગખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જવાન’ એ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી, મ્યુઝિક રાઈટ્સ કરોડોમાં વેંચાયા

કિંગખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જવાન’ એ રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી, મ્યુઝિક રાઈટ્સ કરોડોમાં વેંચાયા

0
Social Share
  • શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ચર્ચામાં
  • મ્યૂઝિક રાઈટ્સ કરોડોમાં વેચાયા

મુંબઈ- બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે,ચાહકો કિંગખાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરી હોવાનો એહવાલ સામે આવ્યો છે.

જાણકારી અનુસાર ફિલ્મ જવાનના મ્યૂઝિક રાઈટ્સ કરોડોમાં વેચાયા હોવાની માહિતી સામે આવી છે જે પ્રમાણેએટલા કુમાર દ્વારા નિર્દેશિત મેગાસ્ટાર ફિલ્મ જવાનને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં પહેલીવાર શાહરૂખ ખાન સાથે સાઉથની અભિનેત્રી નયનતારા જોવા મળશે

આ સહીયત આ ફિલ્મ જવાનમાં વિજય સેતુપતિ પણ મહત્વના રોલમાં છે. શાહરૂખની ફિલ્મ જવાનના મ્યુઝિક રાઇટ્સ T-Series કંપનીને કરોડોમાં વેચવામાં આવ્યા છે.જેને લઈને ફઇલ્મે રિલીઝ પહેલા જ કરોડો રુપિયા કમાઈ લીધા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શાહરૂખ ખાનની જવાનનું ટીઝર લોંચ કરાયું હતું હવે ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ લગભગ 36 કરોડમાં વેચાયા હોવાની જાણકારી સામે આવી છે.જો આ જાણકારી સાચી છે તકો ફિલ્મના મેકર્સ એ રિલીઝ પહેલા જ પોતાનો ખર્ચ કાઢી લીધો છે તેમ કહીએ તો ખોટૂ નથી.

 એવો પણ  એહવાલ છે કે આ ફિલ્મના મ્યૂઝિક  ઇટ્સ ખરીદવા માટે ઘણી કંપનીઓ લિસ્ટમાં હતી, પરંતુ જવાનના મ્યુઝિક રાઇટ્સ ટી-સીરીઝને વેચી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે મોસ્ટ એવોઈટેડ ફિલ્મ જવાનને લઈને અનેક લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છેઆ સાથે જ  શાહરૂખ ખાનની જવાન ફિલ્મ  7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાધરોમાં રિલીઝ કરવાની તૈયારીમાં છે.ત્યારે હવે ગણતરીના મહિનાઓ જ ફિલ્મની રિલીઝમાં બાકી રહ્યા છે .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code