1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલઃ વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેંસાણમાં ધોધમાર વરસાદ

0
Social Share

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આજે છ કલાકના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  152 મિ.મી. એટલે કે 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં 137 મિ.મી., ધારીમાં 130 મિ.મી., ખેરગામ તાલુકામાં 112 મિ.મી. અને પારડીમાં 98 મિ.મી. વરસાદ એટલે કે, 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપી, જલાલપોર, મહુવા(ભાવનગર), વલસાડ, ચિખલી, તલાલા, નવસારી, વાંસદા, બગસરા, સિધ્ધપુર, વધઈ અને મેંદરડા તાલુકાઓમાં 2 ઈંચથી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ એટલેકે 398 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય 13 તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 187 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 જુલાઇ 2023ના રોજ સવારે 6 કલાક પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગર તાલુકામાં 269  મિ.મી., કપરાડામાં 247 મિ.મી., અંજારમાં 239 મિ.મી., ખેરગામમાં 222 મિ.મી., ભેંસાણમાં 204 મિ.મી મળી કુલ 6 તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બગસરામાં 197 મિ.મી., બેચરાજીમાં 172 મિ.મી.,  ધરમપુરમાં 170 મિ.મી., રાજુલામાં 167 મિ.મી., ચીખલીમાં 158 મિ.મી., ડાંગ (આહ્વા)માં 155 મિ.મી., વઘઈમાં 154 મિ.મી. એમ કુલ 13 તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં 148 મિ.મી., વલસાડમાં 141 મિ.મી., વંથલી અને વાંસદામાં 140 મિ.મી., જામકંડોરણામાં 136 મિ.મી., બરવાડામાં 135 મિ.મી., બારડોલીમાં 132 મિ.મી., વાપી અને ગણદેવીમાં 125 મિ.મી., અમરેલી, જેતપુર અને વ્યારામાં 123 મિ.મી., ગાંધીધામમાં 116 મિ.મી., વાડિયામાં 115 મિ.મી., મેંદરડા અને ખાંભામાં 111 મિ.મી., ગીર ગઢડામાં 110 મિ.મી., લિલીયા અને મહુવા(ભાવનગર)માં 107 મિ.મી., ધંધુકામાં 106 મિ.મી., સુબીરમાં 104 મિ.મી., જલાલપોરમાં 101 મિ.મી. એમ કુલ 36 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code