1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધશેઃ જગદીશ વિશ્વકર્મા
ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધશેઃ જગદીશ વિશ્વકર્મા

ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધશેઃ જગદીશ વિશ્વકર્મા

0
Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 80 મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યકક્ષનાં મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રીજીયોનલ સેક્રેટરી દિલીપ પાધ્યા મુખ્યમહેમાન પદે રસોઈ ડાઈનીંગ હોલ, ભાવનગર ખાતે યોજાયો હતો.

મંત્રી જગદિશભાઇ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે ક્લસ્ટર બેઈજ ઇન્ડસ્ટ્રીઝની આવનારા દિવસોમાં માંગ વધવાની છે. ગુજરાત એરપોર્ટ, રોડ નેટવર્ક, પોર્ટ, રેલવે, દરિયાઈ માર્ગ જેવી સુવિધાઓ ધરાવતું રાજ્ય છે. ડિફેન્સ ક્ષેત્રે પણ ગુજરાતમાં આગવું પ્રદાન છે આ ઉપરાંત ભારતમાં સૌપ્રથમ સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતે લાવીને નવા ઉધ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પડ્યું છે.    

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે ભાવનગરના ઉદ્યોગપતિઓએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છબી ઉભી કરી છે. સરકાર પણ તેમને હંમેશા તમામ મદદ કરવા તૈયાર રહે છે. સરકારી તંત્ર અને તેના અધિકારીઓ હંમેશા મદદ માટે તત્પર રહે છે તે સરકારની હકારાત્મકનું પ્રતિબિંબ છે. જેમાં ચેમ્બરનાં ગત નાણાંકીય વર્ષનાં નાણાંકીય વર્ષ માટે ઓડીટર્સની નિમણુંક જેવી બાબતો હાથ ધરવા ઉપરાંત ચેમ્બરની ગત વર્ષની કામગીરીનો અહેવાલ સભ્યોને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અતિથી વિશેષ પદે ભાવનગરનાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય  જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, અભયભાઇ ચૌહાણ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રીજીયોનલ સેક્રેટરી દિલીપભાઈ પાધ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 2022-23નાં વર્ષનો સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એકસેલન્સ “ડેવલપમેન્ટ થ્રુ ડાયવર્સીફીકેશન” વિષય અંતર્ગત આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એકમ મે આવડકૃપા પ્લાસ્ટોટેક પ્રા.લી.ને અને હેરાલ્ડ ઇન્ફ્રાટેકને લેટર ઓફ એપ્રિસિએશન ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code