1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભરૂચમાં સોનાના દાગીનાની લાખોની લૂંટ કેસના બે શખસોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ભરૂચઃ  જિલ્લાના નબીપુર રોડ પર સોનાના વેપારી પાસેથી થયેલી સોનાના કરોડોની કિંમતના દાગીનાની લૂંટના કેસમાં બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ત્રણ આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને 1.07 કરોડનો મુદ્દામાલ પણ […]

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર,અને રતનપરને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવા માગ

સુરેન્દ્રનગરઃ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. હાલ સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત નગરપાલિકા છે. હવે જો જોરાવરનગર અને રતનપરને પણ સુરેન્દ્રનગર શહેરમાં મર્જ કરી દેવામાં આવે તો શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળી શકે તેમ છે. આથી  વઢવાણ, જોરાવરનગર, રતનપર જોડિયા શહેરોને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવાની માગ પ્રબળ બની […]

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓના પક્ષાંતર મુદ્દે જગદિશ ઠાકોર શું કહે છે ? જાણો

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે થયેલા નુકશાનની માહિતી મેળવવા અને અસરગ્રસ્તોની હાલચાલ પૂછવા માટે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળે ડીસા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. દરમિયાન મિડિયા સાથે વાતચિત કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જે લોકો કોંગ્રેસ છોડી જાય છે તે એવા લોકો હોય છે કે જેમની […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો, બે મહિનામાં 20 લાખ પ્રવાસીઓ નોંધાયા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે મહિનાના ઉનાળું વેકેશન દરમિયાન 20 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓના ધસારાને લીધે નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે, માત્ર ડોમેસ્ટીક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સના પ્રવાસીઓમાં પણ જબરો વધારો જોવા મળી રહ્યો છે. એરપોર્ટના સૂત્રોના […]

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે બાઈક પર સ્ટંટ કરતા નબીરાની ધરપકડ

અમદાવાદઃ શહેરના સિન્ધુનગર રોડ પર રાત્રે નબીરોઓ સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. આવારા તત્વો સહિત સ્ટંટબાજોને જાણે કોઈની બીક નથી તે રીતે જાહેરમાં સ્ટંટબાજી કરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં […]

પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં કૂદરતનો અનોખો નજારો, શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ગોધરાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી […]

ગાંધીનગરમાં નવી બની રહેલી પ્રાંત કચેરીના 20 કોલમ હલકી કક્ષાના હોય તોડી પાડવાનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં તાજેતરમાં નવા બનાવેલા પુલોમાં ગાબડાં પડવાના બનાવે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી હતી. ત્યારે સરકાર દ્વારા જ હવે નવા બની રહેલા સરકારી બાંધકામોની યોગ્ય ચકાસણીના આદેશ અપાયા છે. ગાંધીનગરના સેક્ટર-11માં રૂપિયા 14 કરોડના ખર્ચે પ્રાંત કચેરીના નિર્માણની કામગીરી ચાલી રહી છે ત્યારે ચાલુ કામગીરીએ જ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતા અંદાજે 20 જેટલા કોલમની કામગીરી […]

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા આધૂનિક કાર્યાલયો બનાવાશે

અમદાવાદઃ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ હવે સંગઠનમાં પણ નવી નિમણૂંકો માટે કવાયત ચાલી રહી છે. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 18 નેતાઓ થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે […]

ભાવનગરની MK યુનિ.માં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ચાલુ શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમો લાગુ કરવા સામે અનેક પડકારો અને સમસ્યાઓ ઊભી થઈ છે.  ખાસ તો અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન તૈયાર કરવાનું થશે યુનિ.માં નવી શિક્ષણ નીતિ અમલ થાય એટલે અંગ્રેજી માધ્યમને ધ્યાને લઇને યુનિ. કક્ષાએથી તમામ અભ્યાસક્રમોનું અંગ્રેજી વર્ઝન […]

પાલિતાણામાં તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના રોગચાળાએ માથું ઉંચક્યુ, દવાખાના ઊભરાયાં

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો અને પેટના દર્દોના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા તાકીદે આરોગ્યલક્ષી પગલાં ભરવા માંગ ઉઠી છે. પાલિતાણામાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડ, કમળો, પેટના રોગોના દર્દીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code