1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે બાઈક પર સ્ટંટ કરતા નબીરાની ધરપકડ
અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે બાઈક પર સ્ટંટ કરતા નબીરાની ધરપકડ

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે બાઈક પર સ્ટંટ કરતા નબીરાની ધરપકડ

0
Social Share

અમદાવાદઃ શહેરના સિન્ધુનગર રોડ પર રાત્રે નબીરોઓ સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. આવારા તત્વો સહિત સ્ટંટબાજોને જાણે કોઈની બીક નથી તે રીતે જાહેરમાં સ્ટંટબાજી કરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં સિંધુભવન રોડનો એક ટુવ્હિલર પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે ટ્રાફિક પોલીસના ધ્યાને આ વાત આવતા ડીસીપી સફીન હસનની સ્કોવોડે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુભવન રોડ પર એક્સેસ અને એક્ટિવા પર સવાર નબીરાઓએ સ્ટંટબાજી કરી હતી. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ટ્રાફિક DCP સફિન હસને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા ઍક્સેસ પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને વાહન જમા કરવામાં આવ્યું છે. યુવકનું નામ સાહિલ દાંતણીયા હોવાનું તથા યુવક વેજલપુરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત યુવક સાથે અન્ય પણ યુવક એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી છે. અન્ય યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ પણ આ પ્રકારે જ કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના સિંધુભવન રોડ જાણે નબીરાઓ માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સિંધુભવન રોડ પર અવારનવાર જોખમી વાહન ચલાવવા તથા સ્ટંટ કરતા વાહન ચાલકોના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે સિંધુભવન રોડ પરનો વધુ બે વીડિયો વાયરલ થયા હતા. ચાલુ વાહને સીટ પર ચઢી યુવક વાહન ચલાવી પોતાની તથા અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકીને વાહન ચલાવી રહ્યાના 2 અલગ અલગ વીડિયો સામે આવ્યા હતા. .વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. એક યુવકે પકડાય નહીં તે માટે તેને વાહનની નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા છે. જ્યારે એક વાહનનો નંબર વીડિયોમાં કેદ થયો છે. GJ 01 XD 5302 નંબરનું ઍક્સેસ કેમેરામાં કેદ થયું હતુ. અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ રોડ પર યુવાનો પોલીસને જ સીધો પડકાર ફેંકી રહ્યા છે. જોકે, હજુ સુધી પોલીસે આ મામલે કોઇ ગુનો નોંધ્યો નથી, અગાઉ પણ સિંધુભવન રોડ પર જાહેરમાં નબીરાઓએ ફટાકડા ફોડી સેંકડો લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરીથી બેફામ બનેલા વાહન ચાલકોના વીડિયો વાઈરલ થતાં પોલીસ સામે ચેલેન્જ ઉભી થઇ છે.

શહેરનો સિંધુભવન રોડ 24 કલાક વાહનોની અવરજવર રહે છે. જેમાં રાત્રે 8થી 2 વાગ્યા સુધી યંગસ્ટર્સોની અવર જવર વધુ રહેતી હોય છે. અનેક નબીરાઓ અહીં ભાન ભૂલીને મજા માણતા હોય છે. દિવાળી સમયે પણ કેટલાક નબીરાઓએ લોકોનો જીવ જોખમમાં મૂકાય તે રીતે રોડ પર આડેધડ વાહનો ફેરવી ફટકડા ફોડ્યા હતા. જેના વીડિયોએ હાહાકાર મચાવી દેતા સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે હવે ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કેટલાક તત્વો સિંધુભવન રોડ પર લોકોના જીવ જોખમાય એ રીતે એક્ટિવા અને એક્સેસ પર ઊભા થઈને વાહન ચલાવ્યા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી એક આરોપીઓની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code