1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પઠાણકોટઃ વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

નવી દિલ્હીઃ પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટ અને અન્ય સૈનિકો સુરક્ષિત છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરે, શુક્રવારે પઠાણકોટ એરબેઝથી ઉડાન ભરી હતી. હલેડા ગામ નજીક પહોંચતા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કટોકટી જોઈને પાયલોટે તેને ખેતરમાં ઉતારી દીધું. આ ઘટનાની જાણ થતાં જ સેના અને […]

સોનાની ચમક વધીઃ ભાવ એક લાખને પાર પહોંચ્યો

નવી દિલ્હીઃ શુક્રવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ લગભગ બે ટકા વધીને રૂ. 1 લાખને પાર કરી ગયો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું રૂ. 1,108 અથવા 1.12 ટકા વધીને રૂ. 99,500 પર ખુલ્યું. ગુરુવારે, સોનું રૂ. 98,392 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પછી, […]

વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસસ્થાને અંજલીબેનને સાત્વના આપવા નેતાઓ દોડી ગયા

અંજલિબેન ચાર્ટર્ડ પ્લેનથી લંડનથી અમદાવાદ આવ્યા, વિજ્ય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલીબેનને સાત્વના આપી અમદાવાદઃ શહેરમાં ગઈકાલે લંડન જતું એર ઈન્ડિયાનું  વિમાન દૂર્ઘટનાનો ભોગ બન્યું હતું. જેમાં વિમાનના 230 પ્રવાસીઓ અને 12 સ્ક્રુ મેમ્બરના મોત નિપજ્યા હતા. આ વિમાનમાં પ્રવાસ કરી રહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હતું. […]

નર્મદા જિલ્લામાં 21મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઊજવણી કરાશે

5 તાલુકામાં 15મી જુનથી વિનામૂલ્યે યોગ તાલીમ અપાશે, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિનની ઊજવણી કરાશે  રાજપીપળાઃ ગુજરાતભરમાં તા. 21મી જુનના રોજ વિશ્વ યોગ દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા કલેકટરો દ્વારા યોગ દિનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં 21મી જૂન-2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી […]

દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં પડ્યો વરસાદ, રવિવારથી ભારે વરસાદની શક્યતા

વાપીના અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુળશ્કેલીમાં મુકાયા, ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો, કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો અમદાવાદ: ગુજરાતમાં 15મી જુનથી ચોમાસાનું વિધિવત આગમન થાય તેવી શક્યતા છે. આજે શુક્રવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના 14 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં ઉમરગામ, વાપી, વલસાડ, ધરપપુર, કપરાડા, વાસદાં, ખેરગામ વગેરેનો સમાવેશ […]

જામનગરમાં મોડીરાતે સ્કોર્પિયોએ બે તબીબ વિદ્યાર્થીને અડફેટે લઈ વીજપોલને ટક્કર મારી

PGVCLના અધિકારીએ સ્કોર્પિયોચાલક સામે ફરિયાદ નોંધાવી, સ્કોર્પિયો અથડાતા વીજપોલને 10 હજાર રૂપિયાનું નુકસાન, પોલીસે બે ઈજાગ્રસ્ત તબીબોના નિવેદનો લીધા જામનગરઃ શહેરમાં ગુરુદ્વારા ચોકડી પાસે તાજેતરમાં મોડી રાતે પુર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયોના ચાલકે બે તબીબી વિદ્યાર્થીઓને હડફેટમાં લીધા હતા, ત્યારબાદ વીજપોલને પણ ટક્કર મારી નુકસાની પહોંચાડ્યુ હતુ, અને ત્યારબાદ સ્કોપિયોકાર એક બંગલાની દીવાલ સાથે […]

ભૂમિ ચૌહાણને ટ્રાફિક નડ્યો ને લંડનની ફ્લાઈટ ચુકી જતા બચી ગઈ

અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો, ફ્લાઇટ ચૂકી જતાં ભૂમિએ બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો, ભૂમિ કહે છે, મારું શરીર ધ્રુજી રહ્યું છે, મને કોઈ શબ્દો મળી રહ્યા નથી. અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતું એરઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ ગણતરીની સેકન્ડમાં તૂટી પડ્યું હતું. આ દૂર્ઘટનામાં વિમાનમાં પ્રવાસી કરી રહેલા 241 જેટલા […]

ભૂજના રતિયા ગામે પ્રાથમિક શાળાના છતના પોપડા પડતા 3 વિદ્યાર્થીઓને ઈજા

પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા ત્યારે જ પોપડા પડ્યા, ત્રણ વિદ્યાર્થીને ઈજા થતાં ભૂજમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, DPEOએ તપાસ માટે ટીમ શાળામાં મોકલી ભુજઃ રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાંયે ઘણી શાળાઓના જર્જરિત મકાનો હોવાથી બાળકો ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ભૂજ તાલુકાના રતીયા ગામની સરકારી […]

ધ્રાંગધ્રા -અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા 17ને ઈજા

એસટી બસની બ્રેક ન લાગતા ટ્રક પાછળ ટક્કર, બસના પ્રવાસીઓએ બુમાબુમ કરી મુકી, પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી ધ્રાંગધ્રાઃ રાજ્યમાં ધોરી માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર મોડી રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક રોડ સાઈડ પર ઊભી હતી, ત્યારે એસટી બસ ટ્રકની પાછળ અથડાતા 17 […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ભોગાવો નગીમાં અલગ અલગ સ્થોએ ચેકિંગ કરાયું, 4 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ, નાના કેરાળા નજીક રેતી ભરેલા ત્રણ ટ્રકો જપ્ત કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code