1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં બે મહિના બાદ ધરપકડ
ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં બે મહિના બાદ ધરપકડ

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ભ્રષ્ટાચારના કેસમાં બે મહિના બાદ ધરપકડ

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગા સામે ભ્રષ્ટાચારના મામલે ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ માઉન્ટ આબુથી ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે પૂર્વ IAS અધિકારીની ધરપકડ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન એસ.કે. લાંગ પર ભ્રષ્ટાચારનો કેસ થયો છે. ત્યારે આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ કે. લાંગાએ તેમના કાર્યકાળ દરમિયાન જમીન પ્રકરણ કેસમાં ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે. લાંગાની ધરપકડ કરવામાં આવી છે.  ગાંધીનગરના નિવૃત્ત કલેકટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. એસ.કે.લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.  અને ગાંધીનગર પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. ત્યારે લાંગા માઉન્ટ આબુમાં હોવાની માહિતીના આધારે ગાંધીનગર પોલીસે ઓપરેશન પાર પાડી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા. ગાંધીનગર પોલીસ આ મામલે  આજે બુધવારે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી જાહેર કરશે. ત્યારબાદ લાંગાની રિમાન્ડની માગણી કરવામાં આવી શકે છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે  એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્ત્વના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસાની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો. એમાં નિવૃત્ત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચીટનીશ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે સૂચન કર્યું હતું, જે રિપોર્ટના આધારે ગાંધીનગર કલેકટર કચેરીના વર્તમાન ચીટનીશ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા ગાંધીનગર SPના વડપણ હેઠળ 6 સભ્યની ટીમ બનાવાઈ હતી. જેમાં ગાંધીનગર રેન્જ આઇજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઈ હતી .ગાંધીનગર એસપી તરૂણ દુગ્ગલ ટીમનું મોનિટરીંગ કરી રહ્યા હતા .જ્યારે કેસની સંપૂર્ણ તપાસ હેડક્વાર્ટર ડીવાયએસપી અમી પટેલને સોંપવામાં આવી હતી . આ ઉપરાંત ગાંધીનગર પોલીસના ચાર પીઆઇ પણ આ ટીમમાં સામેલ હતા.

પોલીસ ફરિયાદમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે. કે, ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો પણ સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code