1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાજપ સંગઠનમાં મોટા ફેરફારોઃ ચાર પ્રદેશ પ્રમુખ બદલાયા

દિલ્હી : ભાજપે મંગળવારે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. NTRની પુત્રી અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના સંબંધી ડી. પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ સાથે પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડ અને સુનીલ જાખરને પંજાબના […]

આજથી દેશભરમાં કાવડ યાત્રાનો આરંભ, હરિદ્રાર, ઉત્તરપ્રદેશમાં ખાસ તૈયારીઓ કરાઈ

  દિલ્હીઃ- આજરોજથી દેશના જૂદા જૂદા ભાગોમાં કાવડ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે કાવડયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે.આજરોજ 4 જુલાઈને  મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે. જીલ્લા મેજીસ્ટ્રેટ ધીરજસિંહ ગબરીયાલ અને એસએસપી અજયસિંહે હરકી પીઠડી ખાતે મા ગંગાની પૂજા […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં 40.46 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકોનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું […]

સરકાર આ રાજ્યમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે ટામેટાં

ચેન્નાઈ : દેશના વિવિધ રાજ્યોમાં ટામેટાના ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્યારે કેટલીક જગ્યાએ ભાવ 200 રૂપિયાને પણ વટાવી ગયા છે. આ દરમિયાન હવે કેટલાક રાજ્યોની સરકારો પણ સામાન્ય લોકોની મદદ માટે આગળ આવી છે. ટામેટાંના આસમાની કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે તેને 82 વાજબી દરે […]

આજરોજ ગૃહમંત્રી શાહે મહેસાણા ખાતે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો, પીએમ મોદીનું અઘરું સપનું પુરુ થયું

  ગાંઘીનગરઃ- આજરોજ 4થી જુલાઈને મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ સહકારી સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો આ સ્કુલ મહેલસાણા ખાતે બનાવાઈ રહી છે જે ભારતની સહકારી પ્રથમ સેન્ય સ્કુલ છે. જાણકારી પ્રમાણે આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં પીપીપી ધોરણે 100 નવી સૈનિક શાળાઓ શરૂ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની […]

માનહાનિ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત

દિલ્હી : માનહાનિ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. વાસ્તવમાં, હાઈકોર્ટે મંગળવાર, 4 જુલાઈના રોજ સુનાવણી કરતી વખતે રાહુલ ગાંધી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી પર હાલમાં રોક લગાવી દીધી છે. હાઈકોર્ટ હવે આ મામલે 16 ઓગસ્ટે સુનાવણી કરશે. વર્ષ 2019માં કર્ણાટકમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે […]

એકતાનગરઃ G-20 સમિટને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ, મોકડ્રીલ યોજાઈ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ભારત દેશ જી-20ની પ્રમુખ આગેવાની કરી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં એકતાનગર ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તથા CEO ની આગેવાની હેઠળ એકતાનગર (કેવડીયા) […]

પીએમ મોદીની ગોરખપુર મુલાકાત પહેલા સમગ્ર તૈયારીઓની સમીક્ષા કરાઈ

  દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર અનેક રાજ્યોની મુલાકાતે જતા હોય છે ત્યારે આગામી 7 જુલાઈના રોજ પીએમ મોદી ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાત લેવા જઈ રહ્યા છે જેને પગલે પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી અહીં ગીતા પ્રેસમાં કાર્યક્રમને […]

અદાણી મુંદ્રા પોર્ટની કામગીરી ચક્રવાત બાદ વધુ વેગવાન બની

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડા બાદ મુન્દ્રા અદાણી પોર્ટ્સે કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. મુન્દ્રા બંદર ખાતેની કામગીરીમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યો છે. પોર્ટની કામગીરીમાં આ નોંધપાત્ર પ્રગતિ કર્મચારીઓની અસાધારણ કાર્યક્ષમતાને આભારી છે. તેમનો જુસ્સો, સમર્પણ અને કુશળતાના પરિણામે પોર્ટની કામગીરી નિર્ધારિત સમય પૂર્વે જ પૂર્ણ થઈ છે. મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર સમર્પિત ટીમે […]

આપ પાકિસ્તાનમાં જે ગામમાં રહેતા હતા તે ગામને યાદ રાખજો, અખંડ ભારત બનાવવુ હશે તો તેનું સ્મરણ રહે એ આવશ્યક છે: દત્તાત્રેયજી હોસબાલે

અમદાવાદઃ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારતમાં આવેલા ડૉક્ટર્સ દ્વારા તેમને ભારતીય નાગરિકતા અને મેડિકલ પ્રેક્ટિસ માટે રજીસ્ટ્રેશન મળતાં માઈગ્રંટ પાક. હિંદુ ડૉક્ટર્સ રજીસ્ટ્રેશન આભાર સમારોહ ટાગોર હૉલમાં યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલેએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં તેમણે જણાવ્યુ, આ કાર્યક્રમ વિશિષ્ટ અને અવિસ્મરણીય છે.  ગુરુ પૂર્ણિમાનું અનેરુ મહત્વ છે. અંધકાર થી પ્રકાશ તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code