1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાટણથી સુરત જઈ રહેલી એસટી બસમાં અધવચાળે ડીઝલ ખૂટી જતાં પ્રવાસીઓ રઝળ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસમાં પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. જ્યારે બીજી બાજુ એસટીનું તંત્ર ખાડે જઈ રહ્યું છે. એસટી બસમાં અધવચાળે ડીઝલ ખૂટી જાય અને બસ પર રોકી દેવી પડે ત્યારે લાંબા રૂટ્સના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ સુરત ડેપોની બસનો બન્યો હતો પાટણથી સુરત જવા માટે સવારે 9:30 વાગે બસ […]

રાજુલા નજીક એક સાથે 7 સિંહો પાણી અને શિકારની શોધમાં હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યાં

અમરેલીઃ ગીર જંગલના વનરાજોને અમરેલી જિલ્લાનો રેવન્યુ વિસ્તાર માફક આવી ગયો હોય તેમ હવે તો શેત્રુંજી નદીના પટથી લઈને છેક રાજુલા સુધી સિહ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિકાર અને પાણીની તરસ છીપાવવા સિંહો  રાજુલા વિસ્તારમાં આમથી તેમ ભટકી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે એક સાથે સાત […]

પાકિસ્તાનની જેલમાંથી 199 ભારતીય માછીમારોને મળી મુક્તિ, 15મી મેએ વેરાવળ પહોંચશે

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી સમુદ્રમાં દુર સુધી માછીમારો પોતાની બોટ લઈને માછીમારી કરવા માટે જતાં હોય છે. ત્યારે ઘણીવાર ભૂલથી આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી લેતા હોય છે. અને પાકિસ્તાન મરીન દ્વારા ભારતિય માછીમારોનું અપહરણ કરીને બોટ સાથે પાકિસ્તાન લઈ જવાતા હોય છે. હાલ 600 જેટલા માછીમારો […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર એક અઠવાડિયામાં જ રૂપિયા 6 કરોડથી વધુની વીજ ચોરી પકડાઈ,

અમદાવાદઃ ગુજરાતમાં વીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખાસ કરીને ગામડાંમાં વધુ વીજચોરીના કેસ પકડાતા હોય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીના સૌથી વધુ કેસ પકડાયા છે. જેમાં માત્ર એક જ અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ 25 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી. જ્યારે એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની […]

કચ્છના નાના રણમાં અંગારા ઓકતી અસહ્ય કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સૌથી વધુ દયનીય હાલત ખારાઘોડા અને પાટડી સહિતના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાઓની છે. હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે. આખા રણમાં ક્યાંય કોઇ […]

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો, 10નું પરિણામ માસાંતે જાહેર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે ધોરણ 10ના પરિણામ પહેલા જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત માધ્યમિક […]

મહુવામાં ખાતમૂહુર્ત કર્યાને 10 વર્ષના વહાણા વીતિ ગયા છતાં શાક માર્કેટ બનાવનાનું મૂહુર્ત મળતું નથી

ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેર સમૃદ્ધ ગણાતુ હોવા છતાંયે વિકાસમાં ખૂબ પાછળ રહ્યું છે, જેમાં સ્થાનિક તંત્રની બેદરકારી પણ જવાબદાર છે. મહુવા નગરપાલિકા દ્વારા વર્ષ 2013માં રૂપિયા 259 લાખના ખર્ચે વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક અદ્યતન નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કર્યા બાદ  ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ શાક માર્કેટનું ખાતમુહૂર્ત પણ કરાયું […]

ગાંધીનગરમાં પોલીસ વડા (DG) ની કચેરીમાં મહિલા કર્મચારીઓના બાળકો માટે A/C ડે કેર

ગાંધીનગરઃ ગુજરાત પોલીસના વડા યાને DG વિકાસ સહાય શિસ્તના આગ્રહી અને વિભાગના કર્મચારીઓ પર લાગણીશીલ પણ છે. ગુજરાત પોલીસ વડાની કચેરી કે જ્યાં રાજ્યભરના કાયદો અને વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવે છે. જ્યાં કામ કરતાં કર્મચારીઓમાં કામનું ભારણ અને ટ્રેસ પણ વધુ જોવા મળતો હોય છે. ત્યારે કચેરીમાં કામ કરતા મહિલા કર્મચારીઓના નાના બાળકો માટે વાતાનૂકૂલિત […]

ઉનાળો બન્યો આકરોઃ અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધારો આકરો બન્યો છે, તેમજ હિટવેવની આગાહી વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એટલું જ જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. હવામાન […]

અમદાવાદના નવ નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપમાં આવેલી મ્યુનિ. સ્માર્ટ સ્કૂલની દયનીય હાલત

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ બાળકોને તમામ સુવિધા સાથે શિક્ષણ મળી રહે તે માટે કેટલીક સ્માર્ટ સ્કૂલો બનાવી દીધી હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી. આજે આ સ્માર્ટ ગણાતી સ્કુલ ખંડેર જેવી ભાસી રહી છે. સ્કુલના ખંડેર બિલ્ડિંગમાં 200થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્માર્ટ સ્કુલનું રૂપાળુ નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code