1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 70 હજાર બેઠકો ખાલી રહી, ખાનગી યુનિને ફાયદો

રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં કોમન એડમિશન પોર્ટલથી પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 1,18,240 બેઠકો સામે 47,714 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એટલે 70 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે. જ્યારે બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ફુલ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગની અણઘડ નીતિને […]

વડોદરાના વડિયા ગામે પ્રા. આરોગ્ય કેન્દ્રને કોઈ શખસે આગ લગાવી, દવાઓ, કોમ્પ્યુટર બળીને ખાક

વડોદરાઃ જિલ્લાના વડિયા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોઈ અજાણ્યા શખસે આગ લગાવી દેતા ચકચાર મચી ગઇ હતી. આગમાં દવાઓ, દર્દીઓના મહત્વના રેકોર્ડ, કમ્પ્યુટર, સહિતનો સામાન ખાક થઇ ગયો હતો. આ બનાવ અંગે PHCના તબીબે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા જિલ્લાના વડિયા […]

MS યુનિવર્સિટીમાં ઉંચા મેરિટને લીધે સ્થાનિક 5 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોબાળો

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં કોમન એડમિશન પોર્ટલ દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જેના લીધે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વાણિજ્ય પ્રવાહમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીમાં પ્રથમ રાઉન્ડમાં 75 ટકા પ્રવેશ અટકતા 5000 જેટલાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોબાળો મચી ગયો છે. અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ડીનનો ઘેરાવો કરાયો હતો. […]

ICC T20 વિશ્વકપઃ વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ ન્યુઝીલેન્ડની સુપર-8માં પહોંચવાની આશા ધૂંધળી

નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે. આ વિશ્વકપમાં અનેક ચોંકાવનારા પરિણામો જોવા મળ્યાં છે. દરમિયાન હવે આ વિશ્વકપના નેક્સ લેવલ સુપર-8માં ન્યૂઝીલેન્ડની ટીમનો પ્રવેશ મુશ્કેલ બન્યો છે. અફઘાનિસ્તાન સામેના પરાજય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વેસ્ટઈન્ડીઝ સામે હારી છે. આમ ન્યૂઝીલેન્ડ અત્યાર સુધીમાં લીગમાં રમેલી બંને મેચ હારી ચૂક્યું છે. જ્યારે […]

અમદાવાદના રથયાત્રાના રૂટ પર ત્રણ ભયજનક મકાનો ઉતારી લેવાયા, પોલીસે કર્યુ ફુટ પેટ્રોલિંગ

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે યોજાતી પરંપરાગત રથયાત્રાને હવે  એક મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર ભયજનક મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. અને ભયજનક મકાનો ઉતારી લેવા તેના માલિકોને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન  રાયપુર વિસ્તારમાં એક ભયજનક મકાનને મધ્યઝોન એસ્ટેટે ઉતારી […]

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 2.12 કિલો હેરોઈન સાથે વિદેશી મહિલા પકડાઈ

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસની ધોંસ હોવા છતાંયે ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી ડ્રગ્સના પેકેટો પકડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વિદેશી મહિલાને 2.12 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. એનસીબીની ટીમે ફિલિપાઇન્સથી આવેલી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા 3 સ્કૂલ બેગમાં નોટબુક, કમ્પાસ બોક્સ અને […]

અમદાવાદમાં દ્વિતીય જોનપુર મહોત્સવ 2024 યોજાશે

અમદાવાદ: આવનાર 15 જૂને અમદાવાદના સિટીએમ ખાતે આવેલ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે દ્વિતીય જોનપુર મહોત્સવ 2024 ઉજવવામાં આવશે. આ મહોત્સવ જીતેન્દ્રસિંહ રાજપૂત, સંયોજક અને ડૉ. અરવિંદસિંહ, ઉપાધ્યક્ષના સંકલન, સંગઠન તેમજ સંચાલન હેઠળ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સીમા દ્વિવેદી, સાંસદ, જોનપુર, ઉત્તર પ્રદેશ, કૃપાશંકરસિંહ, પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ, મહારાષ્ટ્ર જોનપુર, ખાસ ઉપસ્થિત રહેશે. આ […]

અરૂણાચલપ્રદેશઃ બીજેપીના નેતા પેમા ખાંડુએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા પેમા ખાંડુએ આજે ​​સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુક્તો મતવિસ્તારના વિધાનસભ્ય પેમા ખાંડુને ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં રાજ્યપાલ કેટી પરનાયકે શપથ લેવડાવ્યા હતા. પેમા ખાંડુની સાથે અન્ય 11 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. મુક્તો વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય […]

કોંગોમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં 80થી વધુ લોકોના મૃત્યું થયા

કોંગોમાં એક નદીમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી જતાં 80થી વધુ લોકોના મોત થયા છે. બુધવારે માઇ-નડોમ્બે પ્રાંતની ક્વા નદીમાં આ અકસ્માત થયો હતો. બોટમાં 100 થી વધુ લોકો સવાર હતા. પ્રમુખ ફેલિક્સ સિસ્કેડીએ જણાવ્યું હતું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા માટે અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અલજઝીરાના અહેવાલ મુજબ, […]

NEET: ગ્રેસ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓની ફરીથી યોજાશે પરીક્ષા

નવી દિલ્હીઃ NEET પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે NEET-UG 2024ના 1,563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવાનો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આવા ઉમેદવારોને 23 જૂને પરીક્ષામાં ફરીથી હાજર રહેવાનો વિકલ્પ આપવામાં આવશે. તેનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code