ભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં યાયાવર પક્ષીઓનો જમાવડો
થરાદ, 9 જાન્યુઆરી 2026: દર શિયાળાની સીઝનમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ ગુજરાતની સહેલગાહે આવતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે. આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (CAF) […]


