1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. કૂટનીતિક તણાવ વચ્ચે ભારતે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં સામેલ કર્યું છે, તેમજ વિવિધ મિશન ઉપર તૈનાત રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પરત બોલાવી […]

કાગવડ ખોડલધામના પ્રમુખપદે અનાર પટેલની નિમણૂક

કાગવડ, 21 જાન્યુઆરી, 2026 – Anar Patel Kagwad Khodaldham ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે, અનાર પટેલ ખોડલધામની સંગઠનાત્મક બાબતો અને […]

દાવાસોમાં હલચલ: ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વોશિંગ્ટન પરત ફર્યું

વોશિંગ્ટન, 21 જાન્યુઆરી 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડના દાવાસોમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ’ (WEF) માં ભાગ લેવા માટે રવાના થયા હતા, પરંતુ ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ તેમના વિશેષ વિમાન ‘એર ફોર્સ વન’ માં ઇલેક્ટ્રિકલ ખામી સર્જાતા સુરક્ષાના કારણોસર વિમાનને અધવચ્ચેથી પરત લાવવાની ફરજ પડી હતી. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડ સ્થિત જોઈન્ટ […]

હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં યોજાનારી ચૂંટણીમાં નામાંકન પરત ખેંચવાની મુદત પૂર્ણ

ઢાકા, 21 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. 20 જાન્યુઆરી ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ મુદત પૂરી થતાની સાથે જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે, પરંતુ તેની સાથે જ રાજકીય ગઠબંધનોમાં મોટા પલટા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા જ વિપક્ષી […]

શિયાળાની ઠંડીમાં નખ થઈ રહ્યા છે નબળા અને નિર્જીવ? અપનાવો આ ટીપ્સ

શિયાળાની ઋતુ માત્ર શરદી અને ઉધરસ જ નહીં, પણ ત્વચા અને નખની અનેક સમસ્યાઓ પણ સાથે લાવે છે. ઠંડીનું પ્રમાણ વધતા હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે, જેની સીધી અસર આપણા કોમળ નખ પર પડે છે. ઠંડી હવા નખને શુષ્ક, નિર્જીવ અને નબળા બનાવે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો નખ વારંવાર તૂટી જાય […]

દેશમાં સૌપ્રથમવાર રાત્રિના રાજા ઘુવડની વસ્તી ગણતરી થશે

કોલકાતા, 20 જાન્યુઆરી 2026: ભારતમાં અત્યાર સુધી વાઘ, સિંહ અને હાથીઓની ગણતરીના સમાચાર આપણે સાંભળ્યા છે, પરંતુ હવે દેશમાં પ્રથમ વખત ઘુવડની ગણતરી કરવામાં આવશે. આ ઐતિહાસિક પહેલની શરૂઆત પશ્ચિમ બંગાળથી થવા જઈ રહી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ ઘુવડની વસ્તી ગણતરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જશે. રાજ્યમાં ઘુવડની ગણતરીનું કામ આવતા મહિનાથી […]

ટિફિન ટેન્શન સોલ્વ: બાળકો માટે ઝટપટ તૈયાર કરો સુપરફૂડ એવોકાડો ટોસ્ટ

શાળાએ જતા બાળકોના ટિફિનમાં દરરોજ શું નવું અને પૌષ્ટિક આપવું, તે દરેક માતા-પિતા માટે એક મોટી મૂંઝવણ હોય છે. બાળકોને એવો નાસ્તો જોઈએ છે જે સ્વાદિષ્ટ હોય, જ્યારે વાલીઓને ચિંતા હોય છે કે તે હેલ્ધી હોવો જોઈએ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી રેસીપી જે માત્ર 5-10 મિનિટમાં તૈયાર થઈ જશે અને પોષક […]

રખડતા કૂતરાઓના ત્રાસ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: કૂતરાના નસબંધી મુદ્દે આકરી ટિપ્પણી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: દેશમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અને તેના ઉકેલ માટેના ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અરજદારોની વેદના, વકીલોના સૂચનો અને જજની તીખી ટિપ્પણીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કોર્ટ હાલ માનવ સુરક્ષા અને પ્રાણીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા પર વિચાર […]

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ યોજાયો, ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત

વેરાવળ, 20 જાન્યુઆરી, 2026 – Shri Somnath Sanskrit University 18th convocation શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારંભ આજે 20 જાન્યુઆરીને મંગળવારે યોજાયો હતો. આ સમારંભમાં ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ૨૫ સુવર્ણ પદક અને ૦૬ રજત પદક […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળી ઝેડ કેટેગરીની સુરક્ષા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. મંગળવારે પક્ષ દ્વારા નીતિન નવીનને સત્તાવાર રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાયા બાદ તુરંત જ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નીતિન નવીનને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, જે અંતર્ગત સીઆરપીએફ કમાન્ડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code