1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મુંબઈથી કોંકણની મુસાફરી હવે સરળ બનશે: 1 સપ્ટેમ્બરથી રો-રો ફેરી સેવા શરુ થશે

મુંબઈ : કોંકણ જવા માટે હવે લાંબી અને થકવી નાખતી રોડ મુસાફરી કરવાની જરૂર નહીં રહે. 1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો ફેરી સેવા શરૂ થવા જઈ રહી છે. આ સેવા મુંબઈને રત્નાગિરીના જયગઢ સાથે માત્ર 3-4 કલાકમાં** અને સિંધુદુર્ગના વિજયદુર્ગ સાથે 5-6 કલાકમાં જોડશે. આ સેવા શરૂ થતાં કોંકણ રેલવે અને મુંબઈ-ગોવા હાઇવે બાદ […]

જામનગરમાં મોદક ખાવાની સ્પર્ધામાં 9 લાડુ આરોગીને પ્રથમ વિજેતા બન્યા

બાળકો, મહિલાઓ અને પુરૂષોની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી, મહિલાઓમાં 7 લાડુ અને બાળકોમાં 4 લાડુ આરોગી વિજેતા બન્યા, 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગી નાનાજીભાઈ વિજેતા બન્યા જામનગરઃ  શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા યોજાતા 100 ગ્રામનો એક એવા 9 લાડુ આરોગીને પુરુષ વિભાગમાં નાનજીભાઈ મકવાણા વિજેતા […]

સંરક્ષણ મંત્રાલયે નિવૃત્ત સૈનિકોની કલ્યાણ સેવાઓ વધારવા માટે QCI સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ “સેવામાં ગુણવત્તા – ભૂતપૂર્વ સૈનિકો માટે આદર” પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં, સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ (DESW) એ 26 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. તેનો ઉદ્દેશ્ય 63 લાખથી વધુ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે પેન્શન, આરોગ્યસંભાળ, પુનર્વસન અને કલ્યાણ સેવાઓની […]

ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનો કુલ ખર્ચ રૂ. 12,328 કરોડ (આશરે) થશે. આ પ્રોજેક્ટ્સમાં દેશલપર – હાજીપીર – લુણા અને વાયોર – લખપત નવી લાઇન, સિકંદરાબાદ (સનથનગર) – વાડી ત્રીજી અને ચોથી લાઇન, ભાગલપુર – જમાલપુર ત્રીજી લાઇન અને ફુરકાટિંગ – નવી તિનસુકિયા ડબલિંગનો સમાવેશ […]

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડ રજૂ કરવાને મોદી સરકારે આપી મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેણે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ તરફથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહયોગ કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ-ઇન-એઇડ મંજૂર કરવાની મંજૂરી પણ આપી […]

વૈષ્ણો દેવી ભૂસ્ખલન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે. મંગળવારે ભારે વરસાદ વચ્ચે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર અર્ધકુવારી નજીક પહાડી પરથી પથ્થરો અને કાટમાળ પડવાથી આ ઘટના બની હતી. આ […]

સુપ્રીમ કોર્ટને મળશે વધુ બે ન્યાયમૂર્તિ, કેન્દ્રીય કાયદા મંત્રાલયે જાહેરનામુ બહાર પાડ્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ વિપુલ મનુભાઈ પંચોલીને મંજૂરી આપી છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિપુલ મનુભાઈ પંચોલીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં […]

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના 81 ડેમમાંથી 24 ડેમ છલોછલ ભરાયા

રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો આજી- 1 ડેમ 06 ટકા ભરાયો, રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 7 ડેમ 100 ટકા ભરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમ પૈકી 2 ડેમ સો ટકા ભરાયા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝન દરમિયાન 83.75 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક સારી થઈ છે. જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના રાજકોટ, […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે

એએમસીની રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવાયો, દિવ્યાંગજનોએ સિવિલ સર્જનનું સર્ટી રજુ કરવું પડશે, 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય એવા વાહનોમાં વ્હીકલ ટેક્સમાંથી માફી મળશે અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગજનો નવું વાહન ખરીદે તો તેને મ્યુનિના વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે. એએમસીની રેવન્યુ કમિટીએ 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય […]

દમણમાં બારડોલીના 3 યુવાનોને પકડીને તોડ કરનારા PSI સહિત 9 પોલીસ કર્મીની ધરપકડ

દારૂ ખરીદીની રસિદ બતાવ્યા છતાંયે પોલીસે ફર્જી ગણાવીને ધમકી આપી, પોલીસ સ્ટેશન લઈ જઈને 25 લાખની માગણી કરી, રૂપિયા 10 લાખ આપ્યા બાદ ત્રણેય યુવાનોને મારમાર્યો દમણઃ બારડોલીના ત્રણ યુવાનો દમણ ફરવા માટે આવ્યા હતા. ત્રણેય યુવાનોએ હેરીટેજ વાઈન શોપમાંથી દારૂની બોટલ ખરીદીને કારમાં હોટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક્ટિવા અને ત્રણ બાઈક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code