1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નાસ્તામાં રોજ સોજી ખાવાથી શું થાય? જાણો ફાયદા અને નુકસાન

સોજી અથવા રવો (Semolina) ભારતીય રસોડામાં ખૂબ જ સામાન્ય રીતે વપરાય છે. ઇડલી, ઉપમા, હલવો, ઢોકળા, પુડલા, ડોસા કે ટોસ્ટ – અનેક વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. તે ઝડપથી બને છે અને સહેલાઈથી પચી જાય છે, એટલા માટે લોકો નાસ્તામાં તેને પસંદ કરે છે. સોજી ઘઉંમાંથી બને છે, પરંતુ ખાસ પ્રકારના ડ્યૂરમ ઘઉં (Durum Wheat)માંથી […]

વિટામિન Dની અછતથી દૂર કરવા માટે સૂર્યનો પ્રકાશ સૌથી ઉત્તમ

શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી હોય છે. એમાં સૌથી મહત્વપૂર્ણ વિટામિન્સમાંનું એક છે વિટામિન D, જે હાડકાં અને પેશીઓને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. પરંતુ જો શરીરમાં વિટામિન Dની અછત થાય તો સાંધામાં દુખાવો, પેશીઓમાં નબળાઈ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વિટામિન D મેળવવાનો શ્રેષ્ઠ અને […]

તહેવારોમાં સુંદર દેખાવા માંગતો હોય તો આટલુ કરો, ત્વચા ચમકદાર દેખાશે

ઘરકામ અને ધૂળ-માટીના સંપર્કથી ત્વચા નિસ્તેજ અને ડલ બની શકે છે. તહેવારોમાં જો તમારી પાસે ફેશિયલ અથવા બ્યુટી ટ્રીટમેન્ટ માટે સમય ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, યોગ્ય મેકઅપ ટેકનિકથી તમે તહેવારમાં ચમકતા દેખાઈ શકો છો. ત્વચા પર મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે તે માટે સૌપ્રથમ ત્વચાની યોગ્ય કાળજી લેવી જરૂરી છે. […]

હૃદય અને લીવર માટે ફાયદાકારક છે બ્લેક કોફી

આજના સમયગાળામાં નાની વયમાં જ લોકો ડાયાબિટીસ અને હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓના શિકાર બની રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હૃદયના સ્વાસ્થ્ય માટે બ્લેક કોફીનું નિયમિત સેવન ખૂબ લાભદાયક છે. કોફીમાં કેફીન, ક્લોરોજેનિક એસિડ, ટ્રિગોનેલિન, ડાયટરપીન્સ અને મેલાનોઇડ્સ જેવા ઘટકો હોય છે, જે શરીર માટે પ્રાકૃતિક રીતે લાભદાયક છે. નિષ્ણાતોના મતે, બ્લેક કોફીનું સેવન યોગ્ય […]

ભારતીય સેનાના જવાનોની શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરાયાં

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જવાનોના શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી છે. યુદ્ધ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સિપાઈથી લઈને ટોચના અધિકારીઓ સુધી સૌને દર છ મહિને એકીકૃત શારીરિક પરીક્ષણ (Integrated Physical Test) કરાવવુ પડશે અને તેને પાસ કરવું ફરજિયાત રહેશે. હાલ સુધી […]

ભારતીય ઓટો એસિલરી ઉદ્યોગ 2025માં વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી

નવી દિલ્હીઃ દીર્ઘકાળ સુધી માત્ર વાહનોના ઉત્પાદન માટે આધારરૂપ ઉદ્યોગ તરીકે ઓળખાતો ભારતીય ઓટો એસિલરી ઉદ્યોગ હવે વૈશ્વિક ઓટોમોબાઈલ ઇકોસિસ્ટમમાં વ્યૂહાત્મક અને નવીન ભાગીદાર તરીકે ઊભો થઈ રહ્યો છે. સરકારની નીતિઓ, ઘરેલુ બજારની વધતી માંગ અને વૈશ્વિક સપ્લાઈ ચેનમાં ફેરફારોએ આ ક્ષેત્રને માત્ર સપ્લાયરથી આગળ વધારી એક સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યું છે. ઓટો કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન […]

દિલ્હીવાસીઓ સાયબર ઠગોના સોફ્ટ ટાર્ગેટ, ચાલુ વર્ષે લગભગ 1000 કરોડની કરી ઠગાઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં સાયબર ઠગોએ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમ જેવા ગુનાઓ કરીને આ વર્ષે અત્યાર સુધીમાં લોકો સાથે લગભગ 1000 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી છે. ગયા વર્ષ (2024) દરમિયાન, રાષ્ટ્રીય રાજધાનીમાં ઠગાઈના કારણે લોકોએ આશરે 1100 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જેમાંથી માત્ર 10 ટકા રકમ બેંકોના ખાતાઓમાં સલામત રાખી શકાઈ હતી. નાયબ પોલીસ […]

રાતે સૂતા પહેલા અપનાવો આ આદતો, તણાવ થશે દૂર અને મનને મળશે શાંતિ

આજના ઝડપી જીવનમાં વ્યક્તિને વ્યક્તિગત તેમજ વ્યવસાયિક જીવનમાં ચાલતી પરિસ્થિતિઓને કારણે તણાવ (સ્ટ્રેસ) અનુભવવો સામાન્ય બાબત બની ગઈ છે. દિવસભરની ભાગદોડ, કામનું દબાણ, સંબંધોમાં ગુંચવણ, આર્થિક ચિંતા જેવી અનેક બાબતો મન અને શરીર પર અસર કરે છે. જો આ તણાવને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે, તો તે માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ […]

ડ્રાયફ્રૂટ અને કેસરથી બનેલી આ ખીર બનાવો ઘરે, લાજવાબ બનશે સ્વાદ

જો તમે તહેવાર કે ખાસ પ્રસંગે મીઠાઈ બનાવવા વિચારી રહ્યા છો તો આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ શાહી ખીરની ખાસ રેસીપી, જેમાં ડ્રાયફ્રૂટ અને કેસરનો અદભૂત સંગમ છે. આ ખીરનો સ્વાદ એટલો મજેદાર છે કે પરિવારના સૌ સભ્યોને ખૂબ પસંદ આવશે. સામગ્રી દૂધ – 1 લિટર ચોખા ખાંડ – 100 ગ્રામ બદામ, કાજુ, […]

નક્સલમુક્ત બની રહ્યું છે ભારત, હવે 3 જિલ્લા જ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. સુરક્ષા એજન્સીઓને સફળતા મળી રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ હથિયાર હેઠા મુકીને આત્મસર્મપણ કર્યું છે અને સામાન્ય પ્રવાહમાં પરત ફરવાની નેમ વ્યક્ત કરી છે. સુરક્ષાદળોની આ કામગીરીને પગલે જ દેશ હવે ધીમે-ધીમે નક્સલમુક્ત બની રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code