1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]

બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

જે બંધારણ ચાલીસ શબ્દોની વ્યાખ્યા આપે છે અને સૌથી મહત્ત્વના શબ્દને બાકાત રાખે છે તે ‘બિનસાંપ્રદાયિક’ બંધારણ નથી, તે એક ‘અધૂરું’ બંધારણ છે. “ધર્મ” પર બંધારણીય મૌન – સબરીમાલા રિવ્યુ સિરીઝ ભાગ 3 દરેક બંધારણ એ સત્તાની વહેંચણીનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. તેમાં એવી શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના આધારે સત્તાનો ઉપયોગ થઈ શકે, […]

જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની

“આંખ ખોલું તો મોસૂઝણું, ને આંખ મીંચું તો રાત ખૂલવા ને મીંચવા વચ્ચે, આપણી છે ઠકરાત” – દિલીપ જોશી જીવન એટલે શું? શો અર્થ છે જિંદગીનો? કોઇપણ સંવેદનશીલ માનવીની ભીતરમાં આવા કોઇ પ્રશ્નો કદીક ઉઠતા રહે છે. જીવનનાં રહસ્યોને ઉકેલવાની મથામણ ભીતરમાં ચાલતી રહે છે. કદીક જીવનભર મથવા છતાં સંતોષકારક જવાબ નથી મળી શકતો. તો […]

One Turn at a Time પુસ્તક જીવનના ટ્વિસ્ટ અને ટર્નમાં શું પ્રેરણા આપે છે?

[અલકેશ પટેલ] અમદાવાદ, 25 એપ્રિલ, 2026 – સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, જો તમારા જીવનમાં બધું સરળ છે અને ક્યાંય કોઈ મુશ્કેલી નથી તો એટલું સમજી લેજો કે તમે ખોટા રસ્તે છો. સ્વામીજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જીવન કદી મુશ્કેલી કે અવરોધ વિનાનું હોઈ ન શકે. મુશ્કેલી અને અવરોધ જ તમને જીવનમાં ઊર્ધ્વ ગતિ કરવાની […]

99 ટકા છતાં નિષ્ફળતા- સપનાંનો વેપાર- શિક્ષણ પ્રણાલીનું કડવું સત્ય

વેકેશન પૂરું થવાનું આવે એટલે આનંદ અને આરામની વાત થવી જોઈએ. પરંતુ આજના સમયમાં આ સમય પરિણામોની સીઝન બની ગઇ છે. સાથે સાથે માનસિક તણાવ અને નિરાશાની સીઝન પણ શરૂ થાય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે છે. માતા-પિતા પોતાની આખી બચત ખર્ચી નાખે છે. છતાં અંતે એક જ પ્રશ્ન ઊભો રહે છે કે […]

કલ્પક્કમનો ઐતિહાસિક પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રિડર રિએક્ટર (PFBR) માં “ક્રિટિકલિટી” શું છે?

કલ્પક્કમમાં આવેલા પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રિડર રિએક્ટર (PFBR)નો ઇતિહાસ ભારતની લાંબી વૈજ્ઞાનિક યાત્રા અને દ્રષ્ટિનું પરિણામ છે. આ પ્રોજેક્ટ કોઈ એક દિવસમાં શરૂ થયો નહોતો, પરંતુ દાયકાઓના સંશોધન, આયોજન અને પ્રયોગો બાદ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ ઇતિહાસની શરૂઆત 1950ના દાયકામાં થાય છે, જ્યારે હોમી જહાંગીર ભાભા એ ભારત માટે ત્રણ-ચરણ પરમાણુ ઊર્જા કાર્યક્રમની કલ્પના […]

એ માણસ જોજે હોં.. આ એકાંત લેવાના ચક્કરમાં એકલતામાં ન જતો રહેતો…

loneliness – solitude આપણી આસપાસ સવાર-સાંજ એક એવી દોડ લાગી છે  તે જોતાં તો ક્યાંક એવું લાગે છે કે માનવીને પોતાની જાત માટે પણ હવે સમય નથી રહ્યો. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ જેવાં મોટાં મેટ્રો શહેરોમાં તો મોટી ભીડ રેલવે – બસમાં ચઢે છે અને સાંજે ઉતરે છે અને રાત પડતાં જ આ ભાગદોડ ક્યાંક શાંત […]

જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે

ऐसी वाणी बोलिए, मनका आपा खोय औरनको शीतल करें,आपहुं शीतल होय. વાણી  ..ભાષા એટલે ઇશ્વરે માત્ર માનવીને આપેલું અણમોલ વરદાન..એ અણમોલ વરદાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ.. એના ઉપર આપણી સફળતાનો ઘણો આધાર રહેતો  હોય છે. જેણે જીભ જીતી એણે જગ જીત્યું.. મીઠા બોલા માનવી..કાગા એની કાણ ઘર ઘર મંડાશે.. એક રાજા હતો. યુદ્ધ દરમ્યાન […]

તમારા અંદરના મહાભારતનો એક્સ-રેઃ જ્યાં શ્વાસ છે, ત્યાં સંઘર્ષ છે

સવારના એલાર્મની પહેલી રિંગ વાગે અને તેને સ્નૂઝ કરવા કે પથારીમાંથી ઊભા થઈ જવા વચ્ચે જે ખેંચતાણ થાય છે ને, ત્યાંથી જ માણસના રોજેરોજના કુરુક્ષેત્રની શરૂઆત થઈ જાય છે. વિડંબના જુઓ, આપણે સૌ શાંતિની શોધમાં નીકળ્યા છીએ, પણ આપણું મન સતત યુદ્ધના મોડમાં જ હોય છે. ઓફિસનું રાજકારણ, ઈએમઆઈનું ટેન્શન, સંબંધોની ગૂંચવણ અને ભવિષ્યની અસલામતી. […]

મિસાઈલ હુમલો, F-15E ક્રેશ, ગુમ થયેલો પાઈલટ અને 48 કલાકનું રોમાંચક રેસ્ક્યુ મિશન

દુશ્મનની ભૂમિમાં ફસાયેલા પાઈલટને બચાવવાની સૌથી જોખમી CSAR મિશનની દિલધડક વિજ્ઞાન ગાથા ઈરાનમાં થોડા દિવસ પહેલા ભજવાઈ ગયેલી રુંવાડા ઊભા કરી દે તેવી આ યુદ્ધ કથા છે. શુક્રવારની સાંજ હતી. સૂર્ય આસ્ત થતો હતો અને તેના છેલ્લા કિરણો આકાશને લાલ રંગે રંગી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. એ જ સમયે આકાશમાં ગર્જના સાથે આગળ વધી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code