1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઓડિશામાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી બનાવાઈ વધુ તેજ, 49ને ડિપોર્ટ કરાયા

પુરીઃ દેશમાં હાલ ઘુસણખોરીનો મુદ્દો ફરી ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ગણાવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઓડિશા સરકારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ કડક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી રાજ્યમાંથી 49 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ખાસ […]

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]

કેન્દ્રએ MSPપર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા

નવી દિલ્હીઃ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે (2 ડિસેમ્બર) સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્રએ 2024-25 પાક વર્ષ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP)પર 1223 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ખરીદવા માટે ખેડૂતોને 3.47 લાખ કરોડ રૂપિયા સીધા ચૂકવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે, સરકાર સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય […]

રોહિંગ્યા મામલે સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ, ઘુસણખોરો માટે રેડ કાર્પેટ પાથરવા માંગો છો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે રોહિંગ્યા શરણાર્થીઓના કેટલાક લોકો લાપતા હોવા અંગે દાખલ થયેલી જનહિતની અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવાની માંગને ફગાવી હતી. અરજીમાં કેન્દ્રને આ મામલે તપાસ અને કાર્યવાહી કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન […]

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો: દિલ્હી-યુપીમાં ગાઢ ધમ્મુસ, ઝારખંડમાં શીતલહેરનું એલર્ટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં શિયાળાનો અસરકારક પ્રભાવ દેખાઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજના સમયે ઠંડીનો તીવ્ર અનુભવ થવા લાગ્યો છે. દિવસ દરમિયાન તડકો નીકળતાં થોડી રાહત મળતી હોવા છતાં, શહેરનું ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજીટ સુધી ઉતરી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના મોટાભાગના […]

ગિફ્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિદેશી રિઈન્સ્યોરન્સ કંપનીઓને વધી રહ્યો છે રસ

ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ GIFT City રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે તૈયાર કરવામાં આવેલા Gujarat International Finance Tec-City (ગિફ્ટ સિટી) પાછળનો ઉદ્દેશ સાકાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવેલી રહેલું આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી અગત્યનું બિઝનેસ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. Foreign companies આ જ […]

SGVP ટ્રોફી(U-17)ની સેમિફાઈનલમાં ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટનો વિજય

અમદાવાદઃ SGVPટ્રોફી-14 (U-17)VR સેમિફાઈનલ ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને ગુજરાત ક્રિકેટ કલબ (જીસીસી) વચ્ચે રમાઈ હતી. જેમાં જીસીઆઈની ટીમે 22 રનથી વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. 30 ઓવરની આ મેચમાં ટોસ જીતીને જીસીસીની ટીમે પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી જીસીઆઈની ટીમે 30 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 185 રન ફટકાર્યાં હતા. […]

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું

નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code