1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

એપ્રિલમાં રાજકીય પક્ષોને RTIના દાયરામાં લાવવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ)ના દાયરામાં લાવવાની માંગ કરતી અરજીની સુનાવણી એપ્રિલમાં કરવાનો નિર્ણય લીધો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બનેલી ખંડપીઠે તમામ પક્ષકારોને ત્યાં સુધીમાં આ કેસ સંબંધિત તમામ વિનંતીઓ પૂર્ણ કરવા જણાવ્યું હતું. કોર્ટ આ કેસની સુનાવણી 21 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં કરશે. […]

ચેમ્પિન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ દુબઈ જવા રવાના થઈ

મુંબઈઃ પાકિસ્તાનમાં આગામી 19મી ફેબ્રુઆરીથી આઈસીસી ચેમ્પિયન્સ ટીમનો પ્રારંભ થશે. ભારતીય ટીમની તમામ મેચ યુએઆઈમાં રમાશે. દરમિયાન ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ જવા રવાના થઈ છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ એક સાથે દુબઈ જવા રવાના થયા છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીસીસીઆઈએ તાજેતરમાં 10 નવી નીતિઓ અનુસાર તમામ ખેલાડીઓએ સાથે જ […]

મણિપુરમાં સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું, નવની ધરપકડ કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હાલ પરિસ્થિતિ કાબુમાં છે, બીજી તરફ ફરીથી હિંસાની ઘટના ના બને અને શાંતિ જળવાય રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ ઉગ્રવાદી સંહગઠનના લગભગ 9 ઉગ્રવાદીઓની અટકાયત કરી છે. તેમજ અન્ય ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા દળોએ અભિયાન તેજ બનાવ્યું છે. […]

મહારાષ્ટ્ર સરકારે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણના બનાવો અટકાવવા પ્રયાસો શરુ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પણ હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે સરકારે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે કાનૂની પગલાં સૂચવશે. મહારાષ્ટ્રના ડીજીપીને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઘણા અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારોએ કથિત લવ જેહાદ […]

ભવિષ્યમાં AI માં દૂરગામી પ્રગતિની આશા સાથે મોટા ફેરફારો થશે:  દ્રૌપદી મુર્મુ

રાંચીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે કહ્યું કે ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિ (AI) અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં દૂરગામી પ્રગતિ સાથે મોટા ફેરફારો થશે. મુર્મુએ જણાવ્યું હતું કે કેન્દ્ર ઉચ્ચ શિક્ષણમાં AI ને એકીકૃત કરવા માટે પગલાં લઈ રહ્યું છે અને તે ગર્વની વાત છે કે રાંચી સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મેસરા 2023 માં સંબંધિત અભ્યાસક્રમ શરૂ […]

પ્રયાગરાજઃ પ્રવાસી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત

લખનૌઃ પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભના આયોજન વચ્ચે મેજામાં રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 10 યાત્રાળુઓના મોત થયા. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મેજા જિલ્લાના પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે મહાકુંભ યાત્રાળુઓથી ભરેલી બસ અને બોલેરો વચ્ચે ટક્કર થવાને કારણે બની […]

દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલના બંગલાના નવીનીકરણની તપાસ થશે, સીવીસીનો આદેશ

નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલામાં રહેતા હતા, તેના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસનો આદેશ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ આપ્યો છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે. આ CPWD રિપોર્ટમાં દિલ્હીના સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતે મુખ્યમંત્રીના […]

ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હી:  વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની ઉપયોગિતાનો ઉલ્લેખ કરતા, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન “ક્રાંતિ” ને સમજવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે તેમની યુટ્યુબ ચેનલ પર ડ્રોન અને સંબંધિત ટેકનોલોજી પર એક વીડિયો અપલોડ કર્યો છે. […]

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ, સમગ્ર વિસ્તાર વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

મહાકુંભ નગર:  પ્રયાગરાજ મહાકુંભમાં પૂર્ણાહુતીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. બીજી તરફ મહાકુંભ તરફ જતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારે મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને પાસ ધારકોને મેળા વિસ્તારની બહાર નજીકના પાર્કિંગમાં પણ જગ્યા […]

કેરળમાં નર્સિંગ કોલેજ રેગિંગ કેસ: પ્રિન્સિપાલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર સસ્પેન્ડ

કોટ્ટાયમ: કેરળના કોટ્ટાયમમાં એક સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરને હોસ્ટેલમાં રેગિંગની ઘટનાના સંદર્ભમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે આરોગ્ય મંત્રીના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજના પ્રિન્સિપાલ સુલેખા એટી અને આસિસ્ટન્ટ પ્રોફેસર/સહાયક વોર્ડન ઇન્ચાર્જ અજેશ પી મણિને રેગિંગ રોકવામાં નિષ્ફળતા બદલ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code