1. Home
  2. revoinews

revoinews

વસુધૈવ કુટુંબકમ 4.0માં ત્રીજા દિવસે વ્યાપક વિચાર-વિમર્શઃ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

મુંબઈ, 18 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam 4.0 ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર‘ કોન્ક્લેવ અને પ્રદર્શનનો ત્રીજો દિવસ ઘણો નોંધપાત્ર રહ્યો. કાયદા ક્ષેત્રના નિષ્ણાતોએ કાયદાકીય ચર્ચા કરી તે ઉપરાંત વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં પણ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા. સાથે જાહેર ચર્ચાના મંચ પર ઉપસ્થિત લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી. ‘વસુધૈવ કુટુમ્બકમ’ પ્રદર્શન આખો દિવસ ખુલ્લું […]

પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા  સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય. “સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા  ઉઘાડી પાડવી એ […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં

ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: કચ્છ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. રાત્રિના સમયે આવેલા આ આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. […]

બાળકો પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ

રાજ્યની તમામ સરકારી બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ના ૧૨ લાખથી વધુ વિધાર્થીઓ ‘જાદુઈ પીટારા’ થકી મેળવશે આનંદદાયી શિક્ષણ ‘જાદુઈ પીટારા’ થકી બાળકોને રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ પેડાગોજી શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026 – activity-based education આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર […]

મેટ્રોની દૈનિક મુસાફરીમાં ચાર ગણી વૃદ્ધિ, રોજના મુસાફરોની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી

ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: Metro’s daily travel increases fourfold અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. […]

મારુતિ સુઝુકી ખોરજ ખાતે નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે, 12 હજાર લોકોને રોજગારનો અવસર

ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026 – મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1750 એકર જમીન પર 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટના રોકાણ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી […]

આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ રહેશે વંદે માતરમના 150 વર્ષ

ભારતીય સેના દ્વારા પહેલીવાર બેટલ એરે ફોર્મેટનું પ્રદર્શન કરવામાં આવશે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મુખ્ય મહેમાન બનશે ગુજરાતના ટેબ્લોનું થીમ હશે સ્વતંત્રતા કા મંત્ર – વંદે માતરમ નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026ઃ  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાના ૧૫૦ વર્ષ, રાષ્ટ્રીય ગીત […]

જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

સાંજના સાત વાગ્યા હતા. દિવસભરના કામથી થાકેલો રમેશ ધીમે પગલે ઘરમાં પ્રવેશ્યો. બહારથી તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તેની આંખોમાં એક અજાણી વ્યાકુળતા છુપાયેલી હતી. ચહેરા પર થાક કરતાં વધારે ચિંંતા બોલતી હતી. ૪૦ વર્ષનો રમેશ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી સ્થિર હતી, આવક નિયમિત હતી, ઘરનું ગુજરાન પણ સારી […]

વેનેઝુએલાઃ મારિયા મચાદોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને સોંપ્યો

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: વેનેઝુએલાના રાજકારણમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુરુવારે વોશિંગ્ટનમાં એક ઐતિહાસિક અને અણધારી ઘટના બની હતી. વેનેઝુએલાના અગ્રણી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાદોએ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ ખાનગી મુલાકાત દરમિયાન એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં મચાદોએ પોતાનો ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુપરત કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code