1. Home
  2. ગુજરાતી
  3. CBI આજે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછરપછ – નિવાસસ્થાન પાસે ઘારા 144 લાગૂ કરાઈ
CBI આજે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછરપછ – નિવાસસ્થાન પાસે ઘારા 144 લાગૂ કરાઈ

CBI આજે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછરપછ – નિવાસસ્થાન પાસે ઘારા 144 લાગૂ કરાઈ

0
Social Share
  • આજે સીબીઆઈ દિલ્હીના ઉપ સીએમની પૂછપરછ કરશે
  • દારુ નિતી મામલ ેતેમની પૂછપરછ કરવામાં આવશે

દિલ્હીઃ-  આજ રોજ  સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ રાષ્ટ્રીય રાજધાનીમાં એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ  કરવામાં આવશે, આ મામલે સિસોદિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે.

સીબીઆઈ અધિકારીઓે આપેલી માહિતી પ્રમાણે સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે તપાસ એજન્સીના મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, મનીષ સિસોદિયાએ પણ CBIની પૂછપરછ અંગે ટ્વિટ કર્યું છે.

મંત્રી સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે  મારા ઘરે 14 કલાક સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા, કંઈ બહાર આવ્યું નહીં. મારા બેંક લોકરની તલાશી લીધી, તેમાંથી કંઈ બહાર આવ્યું નહીં. તેઓને મારા ગામમાં કંઈ મળ્યું નથી, હવે તેઓએ મને કાલે 11 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. હું જઈશ અને મારો સંપૂર્ણ સહકાર આપીશ. સત્યમેવ જયતે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code