1. Home
  2. ગુજરાતી
  3. CBSE Board Exam 2026: ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આન્સર-કીની સ્કેન કોપી મેળવવાની મુદત વધી
CBSE Board Exam 2026: ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આન્સર-કીની સ્કેન કોપી મેળવવાની મુદત વધી

CBSE Board Exam 2026: ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આન્સર-કીની સ્કેન કોપી મેળવવાની મુદત વધી

0
Social Share

નવી દિલ્હી, 23 મે 2026: Deadline for obtaining scanned copy of answer key extended સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ (Answer Key) ની સ્કેન કરેલી કોપી મેળવવા માટેની અંતિમ તારીખ લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, વિદ્યાર્થીઓ હવે 24 મે, 2026 સુધી ઓનલાઈન અરજી કરીને પોતાની આન્સર-કી મેળવી શકશે.

વેબસાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા લેવાયો નિર્ણય

છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કેન કોપી મેળવવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર લોગ-ઈન કરી રહ્યા હતા. ભારે ટ્રાફિકના કારણે વેબસાઈટ પર ટેકનિકલ અડચણો અને સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ હતી. આ ગંભીર મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે માટે CBSE એ અરજી કરવાની તારીખ લંબાવવાની જાહેરાત કરી છે.

પુનઃ મૂલ્યાંકન (Re-evaluation) માટે મળશે 2 દિવસનો સમય

બોર્ડે વિદ્યાર્થીઓની સુવિધા માટે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સ્કેન કોપી બાદ આગામી પ્રક્રિયા: જે વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીની સ્કેન કોપી મેળવશે, તેઓ પોતાના માર્ક્સની ચકાસણી કરી શકશે. જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણથી સંતોષ ન હોય, તો સ્કેન કોપી મેળવ્યા બાદ પુનઃ મૂલ્યાંકન (Re-evaluation) નું આવેદન કરવા માટે વધુ બે દિવસનો સમય આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે CBSE ની સત્તાવાર વેબસાઈટ પર જઈને વહેલી તકે પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લે.

વધુ વાંચો: નીટ પેપર લીક કેસઃ પુણેથી ફિઝિક્સનું પેપર લીક કરનાર મુખ્ય મહિલા આરોપીની ધરપકડ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code