Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓને મળી મોટી રાહત, વૃદ્ધ માતા-પિતાની સેવા માટે દર વર્ષે મળશે 30 દિવસની રજા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે. કેન્દ્રીય કર્મચારીઓને પોતાના વૃદ્ધ માતા-પિતાની દેખભાળ સહિતના વ્યક્તિગત કારણોસર દર વર્ષે મળથી રજા ઉપરાંત વધારાની 30 દિવસની રજા મળશે. આ ઉપરાંત કર્મચારીઓ 20 દિવસની રજા અડધા પગાર સાથે લઈ શકશે. કેન્દ્રીય કર્મચારીઓને 8 દિવસની આકસ્મિક રજા અને 2 દિવસની પ્રતિબંધિત રજા લઈ શકશે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય સિવિલ સેવા (છુટ્ટી) નિયમ 1972 હેઠળ અન્ય મળવા પાત્ર રજા ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રતિ વર્ષ 30 દિવસની વધારાની રજા, 20 દિવસની અડધા પગાર સાથેની રજા, 8 દિવસની આકસ્મિક રજા અને બે દિવસની પ્રતિબંધિત રજાનો મળશે. આ લાભ તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ સહિત કોઈ પણ વ્યક્તિગત કારણોસર લઈ શકે છે.