
કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલે એ શશી થરુરને ટ્વિટર પર શીખવાડ્યા અંગ્રેજીના પાઠ
- કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ શશી થરુરને ટ્વિટર પર આડેહાથ લીધા
- અંગ્રજીના પાઠ શશી થરુરને શીખવાડ્યા
દિલ્હીઃ- શશી થરુર કે જે પોતે પોતાના જ્ઞાન અને ભાષાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, ખાસ કરીને અંગ્રેજી પર સારી કપડ ઘરાવાની તેમની ઈમેજ છે, જો કે શશી થરૂર કે જે ઇંગલિશ શબ્દભંડોળના સમૃદ્ધ અને અપ્રચલિત શબ્દોના ઉપયોગ માટે માન્ય છે,તેમની કેન્દ્રીય મંત્રી રામદાસ એથવલે ભૂલો કાઢી છે,તેને લઈને શશી થરુર પર સોશિયલ મીડિયામાં મીમ્સ ફરકતા થયા છે.
આ સમગ્ર બાબતે અંગ્રજીનું જ્ઞાન આપતા થરૂરની હવે સોશિયલ મીડિયા પણ મજાક બની રહી છે, યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.લોકો ટ્વિટર પર તેમની મજા લઈ રહ્યા છે.અઠવલે એ તિરુવનંતપુરમના સાસંદના અંગ્રેજી પર વાર કરતા કહ્યું કે જ્યારે કોઈ બિનજરૂરી દાવાઓ કરે છે ત્યારે તેનાથી ચોક્કસપણે ભૂલ પણ થાય છે.
યુનિયન પ્રધાનએ થરૂરની ટ્વિટમાં લખ્યું હતું કે,, પ્રિય શશી થરૂરને બિનજરૂરી બયાનબાજી કરવાથી ઈન્સાન ભૂલ કરી બેસે છે. આ ‘બાઈજટ’ નથી, બજેટ છે. આ સિવાય, તે ‘રિલાઈ’નહી પરંતુ રિપ્લાઈ છે. ઉલ્લેખનીય છે કે થરુરે પહેલા બજેટ પર ચર્ચા વખતે અઠવલેના ઉચ્ચારમની મજાક ઉડાવી હતી ત્યારે હવે થરુર પોતાની જ બયાનબાજીમાં ફસાયેલા જોવા મળ્યા છે.તેમના શબ્દોની ભૂલ કાઢવામાં આવી છે