
કોરોના સામેની જંગી લડતની કેન્દ્રની તૈયારીઓઃ- સમગ્ર દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન
- દેશમાં લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન
- કેન્દ્રની જંગી કોરોના સામે લડતની તૈયારી
દિલ્હીઃ- કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ સામે નિર્ણાયક લડત લડવાની તૈયારી કરી લીધી છે. ‘કોરોના ઇન્ફેક્શન’ની ચેઈન તોડવા માટે, દેશભરમાં 21 દિવસો માટે’ પ્રતિબંધો ‘લગાવવામાં આવી શકે છે. આ વખતે સેના અને અર્ધલશ્કરી દળને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સંભવ છે કે દેશમાં સમગ્ર લોકડાઉન દરમિયાન સેના સમગ્ર મોર્ચો સંભાળશે.
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરે તબાહી મચાવી છે, કેન્દ્ર સરકારે તેને નિયંત્રણમાં રાખવા માટે પુરુ જોર લગાવ્યું છે, પરંતુ કોરોનાને કારણે મોતની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જોવા મળી રહી છે,અનેક રાજ્યો દ્વારા લોકડાઉન અથવા કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કેટલાક રાજ્યમાં કડક લોકડાઉન અમલી કરવામાં આવ્યું છે, તો કેટલાક રાજ્યોમાં આંશિક પ્રતિબંધો લાગૂ કરાયા છે.
સમગ્ર દેશમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજ અને દવાઓની અછત વર્તાઈ રહી છે, જો સ્થિતિ આમને આમ રહેશે તો કોરોના સંક્રણની ચેીન તોડવી મુશ્કેલ બનશે, બીજી લહેર તીવ્ર બનતા કોરોનાના નવા નવા સ્ટ્રેન સામે આવી રહ્યા છએ જે ખૂબ જ ધાતક છે, તરત બીજાને પણ સંક્રમનિત કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે કેન્દ્ર એ કોરોનાની જંગ સાને નિર્ણાયક લડાઈ લડવાની તૈયારીઓ કરી લીધી છે,
દેશમાં લોકડાઉન સંબંધિત સ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી. કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરમાં રાજ્યો પર લોકડાઉનનો નિર્ણય છોડી દીધો છે. જો સુપ્રીમ કોર્ટ, કોરોના ટાસ્ક ફોર્સ, વૈજ્ઞાનિકો અને ડોકટરો આ તમામ બાબતોનું વિશ્લેષણ કરે છે, તો ‘સંપૂર્ણ લકડાઉન’ એ કોરોના ચેઇનને તોડવાનો એકમાત્ર રસ્તો લાગે છે.