
રાજધાની દિલ્હીમાં આજે વરસાદ સાથે બરફના કરા પડવાની શક્યતાઓ -કાશ્મીર બરફની ચાદરમાં લપેટાયું
- ·દિલ્હીમાં વરસાદ સાથએ કરા પડવાની શક્યતાઓ
- સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના
- કાશ્મીર બરફમાં લપેટાયું
દિલ્લી: દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત દેશનાં ઉત્તર ભાગમાં ઠંડીનું ડોર વધતું જોવા મળ્યું છે, દિલ્હી સગિનના વિસ્તારોમાં શનિવાર રાત્રે વરસાદના માવઠા પણ જોવા મળ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આવનારા બે ત્રણ દિવસમાં દિલ્હીમાં વરસાદની સાથએ બરફના કળા પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે,આ સાથે જ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે
દેશના સૌથી ઠંડા રાજ્ય કાશ્મિરની ખીણોમાં હાલ સમગ્ર વિસ્તારોમાં બરફની ચાદરો છવાઈ ગઈ છે, સમગ્ર જનજીનવ પર તેની માઠઈ અસર પડેલી જોવા મળી રહી છે,કાશ્મીરથી દેશનાં અન્ય ભાગો સાથેનો સંપર્ક તુટી ગયો છે.બરફના કારણે રસ્તાઓ ઠપ્પ થયા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 6 જાન્યુઆરી સુધી દિલ્હી સહીત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સહિતનાં ઘણા રાજ્યોમાં વરસાદ અને કરા પણ પડી શકે છે, 4 અને 5 જાન્યુઆરીએ દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને પંજાબમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે,આ સાથે જ સમગ્ર દિલ્હીમાં શીતલહેરની સાથે વરસાદના માવઠાઓ જોવા મળશે
સાહિન-