વોશિંગ્ટન, 21 ઓગસ્ટ 2026: પશ્ચિમ અલાસ્કામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં આઠ લોકો સવાર એક ચાર્ટર્ડ વિમાન દૂરના એક રડાર સાઇટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ‘નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ’ (NTSB) ને ટાંકીને ‘એસોસિએટેડ પ્રેસ’ (AP) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
ઘટના બાદ તરત જ તે સ્થળે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના અલાસ્કા-સ્થિત અધ્યક્ષ ક્લિન્ટ જોહ્ન્સનના જણાવ્યા અનુસાર, વિમાનમાં બે પાઇલટ અને છ મુસાફરો સવાર હતા. દુર્ઘટનામાં પાઇલટ્સ સહિત સવાર તમામ આઠ લોકોના મોત થયા છે.
ચાર્ટર પ્લેન રડાર સાઇટ નજીક ક્રેશ થયું
NTSB બોર્ડના અધ્યક્ષ ક્લિન્ટ જોહ્ન્સનના જણાવ્યા અનુસાર, ગુરુવારે એન્કરેજથી કેપ ન્યુએનહામ જઈ રહેલું આઠ લોકો સવાર એક ટ્વિન-એન્જિન સેસ્ના ચાર્ટર વિમાન પશ્ચિમ અલાસ્કામાં આવેલા એક દૂરના રડાર સાઇટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
અમેરિકી સૈન્યએ પુષ્ટિ કરી છે કે બે પાઇલટ સહિત ચાર્ટર્ડ વિમાનમાં સવાર તમામ આઠ લોકોના દુર્ઘટનામાં મોત થયા છે.
આ ચાર્ટર પ્લેન ‘ગુડન્યૂઝ બે’ (Goodnews Bay) થી લગભગ 40 માઈલ દક્ષિણે આવેલા ‘કેપ ન્યૂનહામ’ (Cape Newenham) તરફ જઈ રહ્યું હતું. તે વાયુસેનાની એક હવાઈ પટ્ટી (airstrip) છે, જે લાંબા અંતરના રડાર સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા પૂરી પાડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે NTSB, અલાસ્કા સ્ટેટ ટ્રૂપર્સ અને રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. વધુ માહિતી ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે.


